રાજકોટમાં યુવકે એવી વાતને લઈને આત્મહત્યા કરી લીધી કે જાણી તમારા હોશ ઉડશે! પિતાએ આ વાતનો ઠપકો આપ્યો ત્યાં…
મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં નાના બાળકોથી લઈને યુવાનો સુધીમાં ઓનલાઇન ગેમનો કેટલો બધો વ્યાપ વધી ગયો છે એવામાં સૌ કોઈ આ ગેમને રમતું થઇ ચૂક્યું છે,આવી ઓનલાઇન ગેમોમાં પબજી, ફ્રિ ફાયર જેવી ગેમનો સમાવેશ થાય છે જેને યુવકો રોજ રમતા થયા છે એવામાં દરેક વાલીઓ માટે એવો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેને દરેક વાલીએ ખાસ કરીને ધ્યાન આપવો જોઈએ અને પોતાના સંતાનને ગેમ રમતા અટકાવવા જોઈએ.
એવામાં રાજકોટ શેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યા એક યુવકે ગેમના ચસકે એવું પગલું લઇ લીધું હતું કે તેને અંતે જીવ ગુમાવાનો વારો આવ્યો હતો,રાજકોટના ગોંડળ હાઇવે પર આવેલ શાપરમાથી આ ઘટના સામે આવી છે જ્યા એક પિતાએ પોતાના દીકરાને પબજી ગેમ રમવાની ના પાડી દેતા આ યુવકે ગળાફાંસો ખાયને આપઘાત કરી લીધો હતો જેને લઈને આસપાસના તમામ વિસ્તારોમાં સૌ કોઈ ચોકી જ ગયું હતું.
શાપરશીતળા મંદિર નજીક ભાવેશ અમિતભાઇ સોલંકી(ઉ.વ.23) નામના યુવકે રાત્રીના સદા 10 ના ગાળામાં રૂમની અંદર જ ચૂંદડી પંખા સાથે બાંધીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ પરિવારજનોને ઘટના અંગેની જાણ થતા તેઓ તરત જ નીચે ઉતારીને સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યા તબીબોએ ટૂંકી સારવારમાં જ મૌતને પામ્યો હતો, ઘટના અંગે જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાગળકામ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો.
યુવકની આત્મહત્યાનું કારણ શું છે તે જાણવા માટે પોલીસે પરિવારની પૂછતાછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે મૃતકને એક ભાઈ તથા એક બહેન છે,યારે પિતા મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, એવામાં મૃતક ભાવેશ પબજીનો રસિયો થઈ ગયો હતો અને બોવ જ ગેમ રમતો હતો એવામાં પિતાએ ગેમ ઓછી રમવાનું તથા ભણવામાં ધ્યાન આપવાનું કેહતા યુવકને મને લાગી આવ્યું હતું જેને લઈને યુવકે આવું આત્મઘાતી પગલું ભર્યું હતું.