લગ્ન ના માત્ર છ વર્ષ માં જ ‘ રેપર રફ્તાર ‘ તેની પત્ની થી થશે અલગ, લગ્નજીવન દરમિયાન બંને…
બૉલીવુડ ના સ્ટાર કોઈ ને કોઈ બાબતે સમાચારો ની હેડલાઈન બનતા હોય છે. બૉલીવુડ ના ગાયક એવા રેપર રફ્તાર પોતાના ડિવોર્સ ને લઈને અત્યારે સમાચારો અને સોશિયલ મીડિયા ની હેડલાઈન માં ચર્ચા નો વિષય બન્યા છે. બૉલીવુડ ના ગાયક રેપિડ રફ્તાર પોતાના લગ્ન ના છ વર્ષ બાદ પોતાની પત્ની કોમલ વોહરા ની સાથે થી છૂટાછેડા લઇ રહ્યા છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે, બૉલીવુડ ના રેપર રફ્તાર અને કોમલ વોહરા ની મુલાકાત 2011 માં થઇ હતી. ત્યારબાદ લગભગ પાંચ વર્ષ બાદ બન્ને એકબીજા ને ડેટિંગ કર્યા બાદ બન્ને એ 2016 માં લગ્ન કરી લીધા હતા. કોમલ અને રફ્તાર ના લગ્ન પછી બન્ને વચ્ચે ઘણી અડચણો આવી. અને ત્યારબાદ બને છ વર્ષ સુધી સાથે રહ્યા.
જોકે રફ્તાર અને પત્ની કોમલ ની ડિવોર્સ ની કામગીરી તો વર્ષ 2020 માં જ થઇ ગઈ હતી. પરંતુ કોરોનાકાળ ને લીધે રાહ જોવી પડી હતી. હવે બને ઓક્ટોમ્બર 2022 માં ડિવોર્સ પેપર પર સહી કરવા જય રહ્યા છે. જોકે બન્ને એ એકબીજા ના રસ્તા પણ અલગ કરી લીધા છે. બને સાથે રહેતા પણ નથી. અને બને એ એકબીજા ને સોશિયલ મીડિયા પર થી પણ અનફોલોવ કરી દીધા છે.
રફ્તાર ના કેરિયર ની વાત કરી એ તો તેણે 2013 માં ”તમનચે પે ડિસ્કો” સોન્ગ્સ થી બૉલીવુડ માં ડેબ્યુ કર્યું હતું. તેણે યો યો હનીસિંહ સાથે પણ કામ કર્યું હતું. હાલ માં જ રિલીઝ થયેલી ફિલ્મ ”જનહિત મેં જારી” નું ટાઇટલ ટ્રેક ગાયું હતું. કોમલ વોહરા ની વાત કરી એ તો તે ઇન્ટિરિયર ડિઝાયનર છે. તે એક્ટર કરન અને કૃણાલ વોહરા ની બહેન છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.