Categories
India Sports

RCB ફેંસ માટે દુખદ સમાચાર! આ સ્ટાર ખેલાડીના પરિવારમાં નિધનથી ટીમમાં દુઃખનો માહોલ હર્ષલ પટેલે કહ્યુકે……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકોમાં ક્રિકેટ ને લઈને ઘણો મોટો ક્રેઝ છે. રમત ગમત ક્ષેત્રે લોકોમાં સૌથી વધુ શોખ ક્રિકેટ ને લઈને જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકોના ક્રિકેટ પ્રત્યેના આવાજ પ્રેમને લઈને અલગ અલગ અનેક ફોરમેટ માં ક્રિકેટ રમવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને દુનિયાનો સૌથી લોક પ્રિય ક્રિકેટ ફોરમેટ કે જેને લોકો ક્રિકેટ ના તહેવાર તરીકે પણ જાણે છે તેવું IPL શરુ છે.

આપણે સૌ જાણીએ છીએ કે IPL ને લઈને લોકોમાં ઘણો પ્રેમ છે. તેવામાં આજ વખતે IPL માં જ્યાં અનેક ટીમ પોતાની સારી રમત દર્શાવી રહી છે તો બીજી તરફ મુંબઈ અને ચૈન્ય જેવી IPL ની ઘાતક અને પ્રખર ટીમો નું પ્રદશન સારું જોવા મળ્યું નથી. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે આ IPL માં બેંગ્લોર ની ટીમ ઘણો સારો દેખાવ કરી રહી છે.

તેમણે અત્યાર સુધીમાં ૬ માંથી ૪ મેચ જીતીને પોઈન્ટ ટેબલ માં ત્રીજા નંબર નું સ્થાન મેળવ્યું છે. જોકે હાલમાં RCB ટીમમાં દુઃખનો માહોલ છે કારણ કે ટીમના એક ખેલાડીના પરિવાર પર અંગત વ્યક્તિ ના નિધન થી દુખના વાદળો છવાયેલા છે જણાવી દઈએ કે આપણે અહી RCB ના સ્ટાર ખેલાડી હર્ષલ પટેલ વિશે વાત કરીએ છીએ. કે જેમની બહેનના નિધન ના કારણે પરિવાર માં દુખના વાદળો છવાયેલા છે.

જણાવી દઈએ કે આ સીઝન માં હર્ષલ પટેલ નું પરફોર્મન્સ ઘણું જ સારું રહ્યું છે તેવામાં બહેનના નિધનના કારણે તેઓ રમત ની વચ્ચે ઘરે પરત ફર્યા હતા હાલમાં જ હર્ષલ પટેલે બહેનને લઈને એક ભાવુક પોસ્ટ પણ શેર કરી હતી જેમાં બહેનના પ્રેમાળ સ્વભાવને લઈને વાત કરતા કહ્યું કે પોતાની તબિયત ખરાબ હોવા છતા પણ તમે મને મારી રમત પર ધ્યાન આપવા કહ્યું જેના કારણે જ આજે હું રમત રમી શક્યો.

સાથો સાથ હર્ષલ પટેલે બહેન ને વચન આપતા જણાવ્યું કે તેઓ જીવનમાં એટલી સફળતા પ્રાપ્ત કરશે કે તેમના પર બહેનને ગર્વ થાય આ સાથે તેઓ ફરી એક વખત રમતમાં જોડાઈ ગયા છે. અને પોતાની આગવી રમત શૈલી ના કારણે ટીમને જીતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *