સાઈબાબા ની મૂર્તિ અંગેના આ રહસ્યો તમે નહિ જાણતા હોવ આ મૂર્તિ…..
મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશના લોકો ઘણા શ્રધાવાન છે આપણા દેશમાં અનેક ધર્મ અને પંથ ના માનવા વાળા લોકો રહે છે. આવા દરેક લોકો એક યા બીજી રીતે ભગવાન ની પૂજા કરે છે. પરંતુ આપણે જાણીએ છીએ તેમ દરેક ભગવાનના રૂપજ જુદા જુદા છે પરંતુ સમગ્ર સંસાર ને ચલાવનાર પરમ શક્તિ એક જ છે કે જેને લોકો અલગ અલગ રૂપમાં પૂજે છે.
આપણા દેશ માં ઘણા એવા મહાપુરુષો અને ઘણા સાધુઓ થઇ ગયા કે જેઓ વખતો વખત લોકોને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવતા હતા. વળી આપણા દેશમાં અનેક એવા સ્થળો છે જે ઘણા રહસ્યમઇ છે આવા સ્થળો અને આવા જુના સ્થાપત્યો અંગેના રહસ્યો નો ઉકેલ આજના આધુનિક વિજ્ઞાન પાસે પણ નથી. આપણે અહીં એક એવાજ ચમત્કાર વિશે વાત કરવાની છે.
આપડે અહીં શિરડીના સાઈબાબા ની મૂર્તિ વિશે વાત કરવાની છે અને તેની સાથે જોડાયેલ અમુક રહસ્ય વિશે આજે આપણે જાણીશું. જો વાત સાઈબાબાની કરીએ તો તેમનો જન્મ 28 સપ્ટેમ્બરે 1835 માં મહારાષ્ટ્ર ના પથરી ગામમાં થયો હોવાનું મનાઈ છે જોકે તેમના માતા પિતા વિશે કોઈ પાક્કી માહિતી નથી. તેમની સૌપ્રથમ માહિતી સાઈ ચરિત પુસ્તક માંથી મળે છે. તેઓ જયારે 16 વર્ષના હતા ત્યારે તેઓ શિરડી ગામે પહોંચ્યા હતા.
તેમણે અહીં ઘણીજ કઠિન તપસ્યા કરી હતી. લોકો તેમની તપસ્યાથી ઘણા પ્રભાવિત થતા કારણકે તેમણે આજ સુધી આટલી નાની ઉમરની વ્યક્તિને તપસ્યા કરતા જોયા નથી. તેમના થી પ્રભાવિત થઈને લોકો દૂર દૂર થી તેમની પાસે આવતા. પરંતુ તેઓ પોતાની તપસ્યમાં આટલા લિન હતા કે તેમને તડકો, ઠંડી, ગરમી, વરસાદ વગેરે કઈ પણ અંગે જ્ઞાત રહેતું નહિ.
તેમણે તેમના જીવન માં અનેક ચમત્કાર ને લગતા કર્યો કર્યા. તેઓ લોકો ને અવાર નવાર અનેક ધાર્મિક અનેક આદ્યાત્મિક બાબતો અંગે સમજાવતા હતા તેઓ સાચા અર્થમાં ધર્મને જાણનાર હતા. તેમણે “સબકા માલિક એક” નું સ્લોગન પણ આપ્યું હતું. તેમનાથી પ્રભાવિત થઇ અનેક લોકો તેમને માનવા અને પૂજવા લાગ્યા તેમના ભક્તોમાં હિન્દૂ અને મુસ્લિમ બંને લોકોનો સમાવેશ થાઈ છે જો કે સાઈબાબા પોતે હિન્દૂ હતા કે મુસ્લિમ તેની પણ માહિતી કોઈ પાસે નથી.
જો વાત તેમના ભક્તો અને મંદિર વિશે કરીએ તો સાઈબાબા ના ભકતો સમગ્ર વિશ્વ માં છે અને તેમના મંદિર દેશ ઉપરાંત દુનિયા માં ઘણા સ્થળોએ છે. લોકો તેમને પોતાના ગુરુ માને છે. અને આજના સમય માં પણ લોકો ગુરુવાર ના દિવસે તેમની વિષેશ પૂજા કરે છે. તમને જણાવી દઈએ કે સાંઈબાબા ની સૌ પ્રથમ મૂર્તિ શિરડીમાં બની હતી.
તે પહેલા લોકો તેમની છબી મૂકીને તેમની પૂજા કરતા હતા જો કે તેમની આવી પૂજા 1954 સુધી થતી ત્યાર બાદ તેમની આરસવાળી અને આસનવાળી મૂર્તિ તેમના સમાધિ સ્થળ પાસે સૌપ્રથમ વાર બનાવવામાં આવી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એક દિવસ અચાનક મુંબઈ બંદરે ઇટાલી માર્બલ આવ્યું આ માર્બલ ક્યાંથી આવ્યું અને કોણે અને શામાટે મોકલ્યું તેની કોઈને જાણ નથી.
માર્બલ આવ્યા બાદ સાઈબાબા ની મૂર્તિ બનાવવાની જવાબદારી વસંત તાલીમ નામના મૂર્તિકાર ને આપવામાં આવી. મનાઈ છે કે મૂર્તિ બનાવતા પહેલા તેમણે બાબા ને પ્રાર્થના કરતા કહ્યું કે તમે જેવા દેખાવ છો તેવી જ હું મૂર્તિ બનાવી શકું. ત્યાર બાદ સાઈબાબા જાતે આ મૂર્તિકાર ને દર્શન આપવા આવ્યા જેના પછી આવી મનોહર મૂર્તિનું નિર્માણ થયું.
સાઈબાબા ને સૌ કોઈ માને છે સૌ કોઈ તેમની પૂજા કરે છે બાબા પોતના ભક્તોને હંમેશા મદદ કરે છે જ્યારે પણ પોતાનો ભક્ત માર્ગ ભટકી જાય છે ત્યારે બાબા પોતાના ભક્તને માર્ગ બતાવવા જરૂર આવે છે. માટેજ લોકો તેમને સાચા અર્થમાં ગુરુ માને છે સાઈબાબા કોઈ કલ્પના નથી પરંતુ વાસ્તવિકતા છે તેઓ એક યા બીજી રીતે લોકો ને સાચો માર્ગ બતાવતા આવ્યા છે.