શું તમે કોઈ વખત ચોખાના પરોઠા બનાવ્યા છે ? નહિ તો જાણો આ નવી રેસિપી જેને ખાવાથી તમને અલગ જ સ્વાદ નો આનંદ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના લોકો અલગ અલગ વસ્તુઓ ના સેવન ના ઘણા શોખીન છે આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ અલગ અલગ રાજ્ય અને અલગ અલગ ભાષાઓ નો બનેલો દેશ છે. અને દરેક રાજને પોતાની કોઈ અનોખી વાનગી હોઈ છે કે જે જેતે રાજ્યોની વિશિષ્ટ ઓળખ બની જાય છે. આવી વાનગીનો ના કારણે કહી શકાય છે કે ભારત સ્વાદથી ભરપૂર દેશ છે, અને અહીં લોકો જમવા માં અલગ અલગ નવી વસ્તુઓ નું સેવન કરવા માટે ઘણા ઉત્સાહિત રહે છે.
આપણે અહીં એક એવી જ નવી વાનગી વિશે વાત કરવાની છે કે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. મિત્રો આપણે અહીં ચોખાના પરોઠા વિશે વાત કરવાની છે, આ વાનગીનું નામ લગભગ કોઈએ નહિ સાંભળ્યું હોઈ પરંતુ આ ઘણી સ્વાદિષ્ટ વાનગી છે અને તે ઘણા જ પૌષ્ટિક એવા ચોખા માંથી બને છે. આપણે સૌ ચોખાં અને તેની સાથે અલગ અલગ વસ્તુઓ નું સેવન કરતા હોઈએ છીએ તેવામાં આપણે અહીં આ નવી વાનગી વિશે વાત કરવાની છે તો ચાલો આપણે અહીં નવી રેસિપી સખીએ,
ચોખાના પરોઠા બનાવવા માટે કપનો ચોથા ભાગનો પકવેલા ચોખા ઉપરાંત એક ઉપર ચોથા ભાગના કપ જેટલો લોટ અને સ્વાદ મુજબ મીઠું સાથો સાથ ડુંગળી ના જીણા ટુકડા અને 1 ચમચી લીલા ધાણા, 1 ચમચી લીલું મરચું સાથો સાથ 1 કપ ઘી આટલી વસ્તુઓ ની જરૂર પડશે જે બાદ આ વસ્તુઓ નો ઉપયોગ કરીને પરોઠા બનાવવામાં આવશે.
હવે જો વાત આ પરોઠા કઈ રીતે બનાવવા તે અંગે કરીએ તો સૌપ્રથમ પાકેલા (રાંધેલા) ભાત લો. જે બાદ આ ભાતમાં લીલું મરચું, ડુંગળી અને લીલા ધાણા ઉપરાંત મીઠું ઉમેરીને મિક્ષ કરો. આટલું કર્યા બાદ આ પરોઠા બનાવવા માટે તમે આ ચોખાના મિશ્રણને લોટમાં ઉમેરીને ભેળવી શકો છો અથવા તો તેને લોટમાં ભરીને પણ બનાવી શકો છો. આટલું કર્યા બાદ આ લોટને સારી રીતે મસળી લો અને 10 મિનિટ સુધી કપડાથી ઢાંકીને રાખો. 10 મિનિટ બાદ તેને નાના બોલ બનાવીને તૈયાર કરો. જે બાદ આ લોટમાં તૈયાર કરેલા ચોખા ભરી લો અને તેને બટેટાના પરાઠાની જેમ રોલ કરો. આટલું થઇ ગયા પછી આ મિશ્રણ ને એક નોન-સ્ટીક કડાઈ માં ગેસ પર ગરમ કરો. જે બાદ આ કડાઈ પર પરાઠા મૂકી બંને બાજુથી ઘી વડે શેકી લો. આમ માત્ર એટલું કરવાથી ચોખાના પરોઠા તૈયાર થઇ જશે.