સંગીત જગતને વધુ ફટકો ! દિગ્ગજ સિંગર બપ્પી લહેરીએ કહ્યા દુનિયાને અલવિદા મુત્યુનું કારણ જાણીને સૌ કોઈ શોકમાં…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી જાણે મનુસ્ય જીવનને કોઈની નજર લાગી હોઈ તેમ આપણે ઘણા સમયથી કોરોના નામની મહામારીનો સામનો કરી રહ્યા છે. આ મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેવામાં છેલ્લો થોડો સમય દેશ અને ખાસ કરીને હિન્દી ફિલ્મ જગત માટે ઘણો મુશ્કેલ રહ્યો છે. હાલમાં એવું લાગી રહીયુ છે કે જાણે સ્વર્ગમાં કોઈ મોટા સંગીત નું શુટિંગ થઇ રહ્યું છે. જે માટે એક પછી એક દિગ્ગ્જ સિંગરો ફેન્સે ને અલવિદા કહીને સાદાઈ માટે ચાલ્યા ગયા છે.
હજુ થોડા સમય પહેલા જ જ્યાં દેશે પોતાનો અવાજ સમાન સરસ્વતી પુત્રી લતાજી ને ખોઈ બેસ્યા તેવામાં ફરી એક વખત સંગીત જગત તારતાર થઇ ગયું છે. મળતી માહિતી મુજબ બપ્પી લહેરીએ પણ લોકોને અંતિમ અલવિદા કહ્યા છે. બપ્પીના લહેરીના નિધન ના સમાચાર મળતા ફેન્સમાં દુઃખનો માહોલ છે. જણાવી દઈએ કે કાલે રાતના સમયે 69 વર્ષના સુર સમ્રાટ બપ્પી લહેરીએ આપણને અંતિમ અલવિદા કીધા છે, જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી બપ્પી લહેરી બીમાર હતા તેવામાં હવે તેમના અવસાનથી સુર જગતને ફરી મોટી ખોટ પડી છે.
જો વાત બપ્પી લહેરી અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે તેમને ફિલ્મ જગતમાં ડીસ્કોકીંગ તરીકે ઓળખવામાં આવતા હતા. જોકે જણાવી દઈએ કે બપ્પી લહેરી નું સાચું નામ આલોકેશ લાહિડ઼ી હતું. અને બપ્પી લહેરીને જ હિન્દી ફિલ્મમાં પૉપ સંગીતના પ્રણેતા માનવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે બપ્પી લહેરી એક સારા સિંગારતો હતા જ સાથો સાથ તેમને જે પ્રકારે સોનુ પહેરવાની શૈલી હતી અને જેટલું સોનુ તેઓ પહેરતા તેના કારણે સૌ કોઈ તેમનાથી પ્રભાવિત થતા.
જણાવી દઈએ કે બપ્પી લહેરી ને વર્ષ 1975 માં આવેલી ફિલ્મ ” જખ્મી ” થી નામના મળી અને જે બાદ એક પછી એક તેમને સફળતા ના શિખરો સર કર્યા તેમના ચાકહો આખા વિશ્વમાં ફેલાયેલા છે. જો કે છેલ્લા થોડા સમયથી બપ્પી લહેરી બીમાર હતા. જણાવી દઈએ કે પાછલા વર્ષે પણ તેઓ કોરોના ની ઝપેટમાં આવ્યા હતા. જે બાદ તેમને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો તેવી જાણકારી ડોક્ટર દ્વારા આપવામાં આવી. જો કે છેલ્લા એક મહિનાથી બીમાર બપ્પી લહેરી ને છેલ્લા થોડા સમયથી કોરોનના લક્ષણો પણ જોવા મળ્યા હતા જે બાદ તેમને સારવાર માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે સારવાર બાદ તેમને રજા પણ આપવામાં આવી હતી.
જો કે કાલે રાતના સમયે અચાનક બપ્પી લહેરી ની તબિયત બગાડતા પરિવાર દ્વારા ડોકટરને ઘરે બોલાવવામાં આવ્યા હતા જે બાદ તેમને પણ તેજ કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં લતાજી ને દાખલ કરવામાં આવ્યા. પરંતુ ડોક્ટરની ઘણી મહેનત છતાં પણ તેઓ બપ્પી લહેરી ને બચાવી શક્ય નહિ ડોક્ટર ના જણાવ્યા અનુસાર બપ્પી લહેરીનું નિધન OSA ( ઓબ્સ્ટ્રકિટવ સિલ્પ એપનિયા ) નામની બીમારીના કારણે થયું હતું.