મેચ વિનર રવિન્દ્ર જાડેજાના પત્ની એવા રીવાબા જાડેજા ક્રિકેટ રમતા જોવા મળ્યા ! કેવા કેવા શોટ્સ લગાવ્યા…જુઓ વિડીયો
આ વર્ષની IPL તો તમે મિત્રો જોઈ જ હશે, ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ગાયન્ટ્સને હરાવીને પાંચમી વખત ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ચેન્નાઇની જીતના મુખ્ય હીરો ગુજરાતના રવિન્દ્ર જાડેજા રહ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલો પર દસ રન લગાવીને ચેન્નાઈને મેચ જીતવી દીધી હતી. હારની કગાર પર ઉભેલી ચેન્નાઇનો બેડો ગુજરાતના રવિન્દ્ર જાડેજાએ ઉઠાવ્યો હતો અને નૈયા પાર લગાવી હતી.
રવિન્દ્ર જાડેજાની આવી ઇનિંગ્સને ધ્યાનમાં રાખીને જ દેશના દરેક ખૂણા માંથી તેના ખુબ વધારે વખાણ કરવામાં આવી રહયા હતા જયારે ગુજરાતીઓ લોકોએ રવિન્દ્ર જાડેજા પર પોતાનો ગર્વ જતાવ્યો હતો. આઈપીએલ સાથે જોડાયેલ અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર હજી વાયરલ થઇ રહ્યા છે જેમાં રવિન્દ્ર જાડેજા સહિત રિવાબાનો વિડીયો પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાના પત્ની એવા રીવાબા જાડેજા ગુજરાતના એક એમ.એલ.એ છે, એવામાં તેઓ પણ આ ફાઇનલ મેચ જોવા માટે પોહચ્યાં હતા જ્યા તેઓએ પતિ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કરીને જીતનું અભિનંદન પાઠવ્યું હતું, આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક લોકોએ સોશિયલ મીડિયા પર રીવાબાના ખુબ વધારે વખાણ કર્યા હતા. કારણ કે રાજા મહારાજાની પરંપરા હજી તેઓએ આજના યુગમાં જાળવી રાખી છે, જે ખરેખર વખાણલાયક વાત કહેવાય.
એવામાં હાલ રીવાબા જાડેજાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રીવાબા જાડેજા ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે અને લોકો પણ તેને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે.વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને તમામ લોકોને ખુબ પસંદ પણ આવી રહ્યો છે.
View this post on Instagram