અપમાન નો જડબા તોડ જવાબ ! 48 કોલો વજન ઉતારી સબ ઇન્સ્પેક્ટર બન્યા લોકો તેમના શરીર ને કારણે….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદર દ્વારા મળેલું આ માનવ શરીર દરેક વ્યક્તિમાં એક સમાન જોવા મળતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા વ્યક્તિઓ જાડા હોઈ છે તો ઘણાં વ્યક્તિઓ પાતળા હોઈ છે. જો કે હાલમાં મોટા ભાગના લોકો પોતાના વધતા જતા વજનને લઈને ઘણા ચિંતિત રહે છે. વજન વધાવાનું સૌથી મોટું કારણ ભોજન ની અનિશ્ચિતતા ને માની શકાય. જો કે આપણે સૌ જાણીએ છીએ એક ઘણી વખત વ્યક્તિ પોતાના વધુ વજનને લઈને ઘણા પરેશાન રહે છે.
તેમને અમુક પ્રકારના કામો કરવામાં તો તકલીફ પડે જ છે સાથો સાથ તેઓ લોકોમાં હસી નું પાત્ર પણ બને છે. આપણે જાણીએ છીએ કે લોકો દ્વારા વધુ વજન વાળા લોકોનો મજાક ઉડાવવામાં આવે છે. તેમની ટીખળ કરવામાં આવે છે. જોકે ઘણી વખત આવી મજાક જે તે વ્યક્તિ ને ઘણી લાગી આવે છે અને ઘણા લોકો પોતાના શરીર ને લઈને ડિપ્રેશન માં પણ ચાલ્યા જાય છે. જયારે અમુક લોકો લોકોના આવા મજાક નો જવાબ આપવા માટે પણ પ્રેરાય છે તેઓ લોકોના મેણાં ને નકારાત્મકે ને બદલે હકારાત્મ સ્વરૂપે ધારણ કરે છે. અને એક ફિટ બોડી બનાવી ને લોકોની બોલતી બંધ કરી દે છે.
આપણે અહીં એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવાની છે, કે જેમને પોતાના શરીર ને કારણે ઘણા લોકોના મેણાં સાંભળ્યા પડ્યા પરંતુ તેમણે પોતાના દ્રઢ નિશ્ચય દ્વારા એવું શરીર બનાવ્યું કે આજે લોકો તેમને જોતા રહી જાય છે. આપણે અહીં શુભમ ઘોષ વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે તેમને શરૂઆતથી ભોજન નો શોખ હતો માટે તેમનું વજન પણ ઘણું વધુ હતું, તેમના જણાવ્યા અનુસાર વર્ષ 2013 દરમિયાન કોલેજના પહેલા વર્ષમાં તેમનું વજન આશરે 120 કિલો હતું. જો કે વધુ વજન હોવા છતાં તેઓ ઘણા એક્ટિવ હતા અને રમત માં ઘણા સારા હતા.
પરંતુ શુભમ ઘોષ જણાવે છે કે તેમના વધુ વજનને લઈને મિત્રો દ્વારા તેમનો ઘણો મજાક બનાવવામાં આવતો હતો અને લોકો તેમને જાડો કહીને ચીડવતા પણ હતા. તેવામાં તેઓ એક ફિલ્મ જોવા ગાય જેમાં તેમને પોલીસ નું પાત્ર ઘણું પસંદ આવ્યું માટે તેમણે પોતાના શરીર પર કામ કરવાનું નક્કી કર્યું તે દિવસથી તેઓ સવારના 5 વાગ્યે ઉઠતા અને ચાલવા જતા. જણાવી દઈએ કે શુભમ ઘોષ નું કહેવું છે કે શરૂઆત માં તેમને કોઈ કસરત અંગે માહિતી ન હતી પરંતુ ચાલવા અને દોડવાથી વજન ઘટે તે બાબત અંગે માહિતી હતી માટે તેમણે ચાલવાનું અને ધીરે ધીરે દોડવાનું નક્કી કરું.
જે બાદ તેમના શરીર માં ઘણો ફેર પડી ગયો બાદમાં તેમણે જિમ જોઈન કર્યું અને સખત મહેનત કરવા લાગ્યા અને બે વર્ષમાં તેમણે પોતાનું વજન 120 થી ઘટાડીને 84 કિલો કરી નાખ્યું જે બાદ તેમણે સિક્સ પેક એપ બનાવવાનું નક્કી કર્યું અને તેમના વજનને 72 કિલો સુધી ઘટાડ્યું જો કે હાલમાં તેઓ 82 કિલોના છે, અને હાલમાં તેઓ સિક્સ પેક એપ ધરાવે છે. અને ઘણા જ તંદુરસ્ત શરીરના મલિક પણ છે. જણાવી દઈએ કે હાલના સમયમાં તેમની ફિટનેશ એટલી છે કે તેઓ એક સાથે 100 પુશ અપ મારી શકે છે. જો કે આ માટે તેમણે પોતાના ખોરાક પર ઘણું ધ્યાન રાખ્યું અને ઘણી જ કસરત અને મહેનત પણ કરી, સાથો સાથ વજન 48 કિલોતો ઘટાડ્યું જ સાથો સાથ સબ ઇન્સ્પેક્ટર તરીકે પણ નોકરી મેળવી. જણાવી દઈએ કે હાલમાં તેઓ અંદમાન નિકોબાર માં કાર્યરત છે.