India

અનંત અંબાણી ની રિંગ સેરેમની માં થઇ સચિન,ઐશ્વર્યા,અક્ષય કુમાર ની એન્ટ્રી! પાણી ની જેમ વાપર્યા રૂપિયા, જુઓ તસવીરો.

Spread the love

ભારતના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ જ ખુશીઓ મનાવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અંબાણી પરિવાર આખા ભારતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. કારણ કે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ની સગાઈ થતાં અંબાણી પરિવાર ભારતમાં ચર્ચામાં રહ્યો છે. ગઈકાલ ના રોજ અનંત અંબાણી અને તેની ભાવી પત્ની રાધિકા મર્ચન્ટ ની સગાઈ યોજાઈ હતી.

ગોળધાણા ની જૂની પરંપરા ની વિધિ અંબાણી પરિવાર એ કરી ત્યારબાદ વિટી પહેરવાની પરંપરા કરી હતી. અંબાણી પરિવાર એ અનંત અંબાણી ની સગાઈની ભવ્ય ઉજવણી કરી હતી. અંબાણી પરિવાર મોટા મોટા કાર્યક્રમો કરવા માટે પ્રખ્યાત છે. એવી જ ઉજવણી ફરી પાછી જોવા મળી હતી. ભવ્ય સમારોહમાં બોલીવુડના અનેક સીતારોનો જમાવડો થયો હતો.

વધુ વિગતે વાત કરવામાં આવે તો અનંત અંબાણીના કાકા અનિલ અંબાણી અને તેની પત્ની ટીના અંબાણી, ક્રિકેટર સચિન તેંડુલકર તેની પત્ની અંજલી તેંડુલકર વગેરે મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. તો બોલિવૂડના સ્ટાર અક્ષય કુમાર, બોલીવુડની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્ય બચ્ચન પણ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી.

અંબાણી પરિવારના પોશાકની વાત કરવામાં આવે તો અનંત અંબાણીની સગાઈ ની ભવ્ય ઉજવણી માટે અનંત અને રાધિકા મર્ચન્ટ અદભુત દેખાતા હતા. રાધિકાએ ગોલ્ડન લહેંગો પહેર્યો હતો તો અનંતે નેવી બ્લુ કુર્તા અને પાયજામા માં જોવા મળ્યો. મુકેશ અંબાણીએ બેજ કુર્તા અને પાયજામા નો સેટ પહેર્યો હતો. જ્યારે તેની પત્ની નીતા અંબાણીએ લાલ બોડરવાળી મેચિંગ લહેંગો પહેરી ચાર ચાંદ લગાવી દીધા હતા.

આકાશ અંબાણી અને તેની પત્ની લોકા મહેતા પણ અદભુત તૈયાર થઈને આવ્યા હતા. આકાશ અંબાણીએ નીલમણી લીલા કુરતામાંનો સેટ પહેર્યો હતો. જ્યારે તેની પત્ની શ્લોકા એ એમ્બ્રોડરી વાળા લહેંગામાં ખુબ સુંદર દેખાઈ રહી હતી. તો અંબાણી પરિવારનો સૌથી નાનો સભ્ય પૃથ્વી અંબાણી પણ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ પણ જોવા મળ્યા હતા. અનંત અંબાણી ની આ સગાઈને ભવ્ય બનાવવામાં આવ્યો હતો. તમામ તૈયારીઓની ઝલક સોશિયલ મીડિયા પર શેર થયેલી તસવીરોમાં જોવા મળે છે. અદભુત અને બેનમૂન આયોજન કરવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *