મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત ગમત આપણા જીવનમાં ઘણી જરૂરી છે, રમત રમવાથી આપણી શારીરિક અને માનસિક તાકાતમાં પણ વધારો થાય છે. માટે જ સ્વાસ્થય અને મનોરંજન બંને હેતુથી રમત રમવી આપણા માટે ફાયદા કારક છે. જોકે જયારે પણ આપણે રમત નું નામ લઈએ છીએ કે તરત જ મનમાં પહેલું નામ ક્રિકેટ નું જ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો દ્વારા ક્રિકેટને ઘણું મહત્વ આપવામાં આવે છે.
લોકો ને ક્રિકેટ જોવી અને તેને રમવી ઘણી પસંદ છે. તેવામાં જો વાત આપણા દેશના ખેલાડીઓ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક ખેલાડીઓ ઘણા જ કુશળ અને ક્રિકેટ માં માહિર છે. જે પૈકી અમુક ખેલાડીઓ ના કારણે ભારતીય ક્રિકેટ ટિમ સફળતા ના નવા શિખરો પણ સર કર્યા છે. આપણે અહીં એવાજ એક મહાન ખેલાડી વિશે વાત કરવાની છે કે જેમના સૌથી મોટા ફેન સાથે થયેલ દુરવ્યવહાર હાલમાં ચર્ચા માં છે.
મિત્રો આપણે અહીં ક્રિકેટ જગત ના મહાન ખેલાડી સચિન તેંડુલકર વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે સચિન તેંડુલકર કોણ છે. તેમણે પોતાની રમત અને મહેનત ના કારણે આખી દુનિયામાં પોતાની નામના મેળવી છે. મિત્રો હાલમાં કોઈક જ એવું હશે કે જે સચિન તેંડુલકર ને નહિ ઓળખતો હોઈ. તેમણે પોતાની રમત ના કારણે ફક્ત ભારત જ નહિ પરંતુ આખા વિશ્વમાં ઘણી મોટી લોક ચાહના મેળવી છે.
આપણે સૌ જાણીએ છીએ કે લોકો સચિન તેંડુલકર ક્રિકેટ ના ભગવાન તરીકે ઓળખે છે. અને દરેક વ્યક્તિ તેમનું ઘણું આદર કરે છે. આજે ભલે સચિન તેંડુલકરે ક્રિકેટ માંથી સંન્યાસ લઇ લીધો હોઈ પરંતુ આજે પણ તેમની લોક ચાહના ઘણી જ વધુ છે. તેમણે સ્થાપિત કરેલા ઘણા રેકોર્ડ આજ સુધી તૂટી શક્ય નથી. આમતો દરેક વવ્યક્તિ સચિન તેંડુલકર નો ફેન છે. પરંતુ એક એવી વ્યક્તિ છે. કે જેને સચિન નો સૌથી મોટો ફેન માનવામાં આવે છે કે જે બિહારનો છે, અને તેનું નામ સુધીર છે.
મિત્રો જણાવી દઈએ કે સુધીર પોતાના અનોખા અંદાજ દ્વારા ટિમ ઈડિયાને ઘણો સપોર્ટ કરે છે. પરંતુ હાલમાં સુધીર ઘણો ચર્ચામાં છે. જેની પાછળ નું કારણ તેની સાથે કરવામાં આવેલ પોલીસ નો ખરાબ વ્યવહાર છે. મિત્રો જણાવી દઈએ કે થોડા સમય પહેલા પોલીસ દ્વારા સુધીર ના ભાઈને પકડવામાં આવ્યો આ બાબત અંગે માહિતી મળતા સુધીર પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પોતાના ભાઈ વિશે પૂછતાછ કરવા લાગ્યો.
તે સમયે જયારે સુધીર તેના ભાઈ સાથે વાત કરતો હતો ત્યારે પોલીસ દ્વારા તેને લાફો મારવામાં આવ્યો અને તેમને અપશબ્દો પણ કહેવામાં આવ્યા જે બાદ તેમને ધક્કા મારીને પોલીસ સ્ટેશન ની બહાર કાઢવામાં આવ્યા જો કે આ બાબત અંગે સુધીરે કોઈ પણ ફરિયાદ કરાવી નહિ કારણકે પોલીસ ના મોટા અધિકારી દ્વારા સુધીર ની માફી માંગવામાં આવી.