કરુણ બનાવ! ગુજરાત પોલીસ માં ફરજ બજાવતા કર્મચારી એ પત્ની અને 3 વર્ષ ની માસુમ સાથે 12 મા માળે થી છલાંગ લગાવતા..
આપણા ગુજરાતમાંથી અવારનવાર આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ક્યારેક પૈસાની લેતી દેતીમાં, તો ક્યારેક પારિવારિક ઝઘડાઓમાં, તો ક્યારેક આર્થિક સંકળામણ અને કારણે લોકો આપઘાત કરી બેસતા હોય છે. ક્યારેક આખેઆખો પરિવાર આપઘાતમાં મોતને ભેટી જતો હોય છે. એવી જ એક ઘટના અમદાવાદથી સામે આવે છે.
જેમાં અમદાવાદમાં ગુજરાત પોલીસ માં ફરજ બજાવી રહેલા કુલદીપસિંહ નામના વ્યક્તિ એ પોતાની પત્ની અને પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે બિલ્ડીંગના બારમાં માળે થી કૂદીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ બાબતે વધુ જાણીએ તો ગુજરાતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વતની કુલદીપસિંહ હાલ અમદાવાદ જિલ્લાના ગોતા વિસ્તારમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની રિદ્ધિ અને ત્રણ વર્ષની દીકરી આકાંક્ષી હતા.
રાત્રિના 1.30 વાગ્યાની આજુબાજુ કુલદીપ સિંહ તેમની પત્ની અને બાળકી સાથે બિલ્ડીંગના બારમાં માળે થી ઝંપલાવી અને મોતને ભેટ્યા હતા. આ બાબતને જાણ સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓને થતા તે લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને લાશને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
જાણવા મળ્યું કે કુલદીપ સિંહ શાંત અને સરળ સ્વભાવના હતા. તેમના બહેન તેમના પાડોશમાં રહેતા હતા. કયા કારણસર કુલદીપ સિંહ સહ પરિવાર આત્મહત્યા કરી લીધી. તે હજુ કારણ અકબંધ છે. પરંતુ આ ઘટના સામે આવતા આખા ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શું હશે કારણ શા માટે કર્યો આપઘાત તે પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!