પંજાબના મુખ્યમંત્રીએ શહીદ જવાનને ખંભો આપ્યો, જ્યારે શહિદ ના ભત્રીજા એ અગ્નિ સંસ્કાર….
મિત્રો આપડે અવાર નવાર કાશમીર માં આતંકીઓ ના હુમલા વિશે સાંભળતા ઓઇએ છીએ. આવા હુમલા ના જવાબ માં અને માતૃભૂમિ ની રક્ષા અર્થે આપડા દેશના અનેક વીર જવાનો પોતાના જીવનુ બલિદાન આપણી અને દેશ માટે આપે છે.
દેશની રક્ષા માટે આ વીર જવાનો પોતાનો જીવ પણ આપી દે છે. આપડે અહીં એક એવાજ જવાન વિશે વાત કરશું કે જેમણે દેશ સેવામાં પોતાનો જીવ આપિ દીધો.
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમય થી કાશમીર માં આતંકવાદી હુમલા થયા આ હુમલા અને તેની જવાબી કાર્યવાહીમા અનેક આતંકીઓ ને મારી નાખવામાં આવ્યા જયારે આપણા જવાનો પણ શહીદ થયા.
તેવાજ એક જવાન કે જેમનું નામ ગજ્જન સિંહ છે. તેઓ જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયા. શહીદના અંતિમ સંસ્કાર રોપર જિલ્લાના નૂરપુર બેડી ખાતે તેમના વતન ગામ પચરંદા ખાતે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
તેમની અંતિમ યાત્રા માં પંજાબ નાં મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ અને સ્પીકર કેપી સિંહ સાથે હતા. તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી અને ‘અરદાસ’માં પણ ભાગ લીધો. 11 ઓક્ટોબરના રોજ જમ્મુ -કાશ્મીરના પૂંચ સેક્ટરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સિપાહી ગજન સિંહ શહીદ થયો હતો. મુખ્યમંત્રી ચન્ની શહીદના ભત્રીજા નો હાથ પકડી આ સર્વોચ્ચ બલિદાન આપનાર વીરની ચિત્તને અગ્નિ આપી હતી.
મુખ્યમંત્રી એ તેમના શોકગ્રસ્ત પરિવારને માળીયા અને પરિવાર નાં સભ્યો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગજન સિંહનું અભૂતપૂર્વ બલિદાન તેમના સાથી સૈનિકોને દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા જાળવવા માટે અને પ્રતિબદ્ધતા સાથે પોતની ફરજો નિભાવવા માટે પ્રેરિત કરશે.
સિપાહી ગજ્જન સિંહ નવ વર્ષ પહેલા સેનામાં જોડાયો હતો. તે તેમના ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો. તેમના લગ્ન આઠ મહિના પહેલા ફેબ્રુઆરીમાં થયા હતા. તે દિવસોમાં, તેમના લગ્નના પહેરવેશમાં કિસાન સંઘનો ધ્વજ પકડેલ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો ફેલાયો હતો. શહીદના પરિવારમાં તેની પત્ની હરપ્રીત કૌર અને માતા -પિતા ચરણ સિંહ અને મલકીત કૌર છે.