મોતના આ દ્રશ્યો જોઈ તમે પણ ધ્રુજી ઉઠશો ! અચાનકજ શરૂ કલાસમાં આ યુવાન સાથે થયું એવું કે…જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં કોચિંગ ક્લાસમાં બેઠેલા યુવકનું અચાનક મોત થયું હતું. વાસ્તવમાં, યુવકને અચાનક સાયલન્ટ એટેક આવ્યો હતો. જેના કારણે થોડીવારમાં જ વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો.ઈન્દોરમાં મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરી રહેલા આ વિદ્યાર્થીનું નામ રાજા લોધી છે.
સાગરના વિદ્યાર્થી રાજા લોધીને કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે બેભાન થઈ ગયો. મિત્રો ઉતાવળમાં રાજાને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.આ મામલો ઈન્દોરના ભંવરકુઆં પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સાગર જિલ્લાનો વિદ્યાર્થી રાજા લોધી ઈન્દોરમાં ભાડાના રૂમમાં રહેતો હતો.
તે શહેરની એક કોલેજમાંથી બીએ કરી રહ્યો હતો અને કોચિંગ દ્વારા MPPSC સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યો હતો.દરરોજની જેમ રાજા લોધી કોચિંગ માટે આવતા અને તેમના સહાધ્યાયીઓ વચ્ચે બેઠા. દરમિયાન અચાનક તેનું માથું નમ્યું અને કોઈ કંઈ સમજે તે પહેલા જ રાજા બેભાન થઈ ગયો અને ખુરશી પરથી પડી ગયો. આ સમગ્ર દ્રશ્ય કોચિંગ સેન્ટરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.
હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામનારની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. પહેલા આ બીમારી ચોક્કસ ઉંમર પછી જ લોકોમાં જોવા મળતી હતી, પરંતુ આજકાલ યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યા છે. આનું કારણ ખરાબ જીવનશૈલી, ધૂમ્રપાન, આલ્કોહોલ, તણાવ, સ્ટેરોઇડ્સ લેવા વગેરે હોઈ શકે છે. એવા ઘણા કારણો છે જે યુવાનોમાં હૃદય રોગને જન્મ આપે છે. ગત વર્ષે કોરોના પીરિયડ બાદ હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો હતો.