સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈ સૌ કોઈ બોલી રહ્યું છે હર હર મહાદેવ, દરિયામાંથી માછીમારોને શિવલિંગ મળી આવ્યું?? જુઓ વિડીયો
મિત્રો વાત કરવામાં આવે તો આ દુનિયામાં ક્યારે કઈ વિચિત્ર ઘટના કેવી રીતે બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુજ વાઇરલ થઇ રહ્યો છે જેમાં સામાન્ય માછીમારો સાથે એવી ઘટના બને છે કે જેનો વિચાર તેમણે પણ કર્યો નહિ હોઈ. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે આ માછીમારોને સમુદ્રમાંથી ભગવાન મહાદેવની અનોખી શિવલિંગ મળી આવ્યું હતું. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.
મળતી માહિતી પ્રમાણે જણાવીએ તો દક્ષિણના સોમનાથ ગણાતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઇ સ્થિત સ્તભેશ્વર તીર્થ સ્થાનથી થોડૅકજ દૂર આવેલા ધનકા તીર્થના અખાત માંથી માછીમારોને દરિયાં પાણી માંથી તરતું શિવલિંગ મળી આવ્યું હતું, જે મળી આવતા ત્યાં ભક્તોના ટોળે ટોળા જોવા મળ્યા હતા.
આમ આ શિવલિંગ માછીમારોને મચ્છી પકડતી વખતે તેના જાળમાં ફસાતા મળી આવ્યું. તો વળી આ શિવલિંગનો વજન એટલો હતો કે 2 લોકોએ પહેલા પ્રયત્નો કરતા તે ઉંચકાયું ન હતું જે બાદ કુલ 12 થી વધુ લોકોએ દોરડા વડે તેને ઉંચકી બોટમાં ચડાવ્યું હતું. આ અનોખું શિવલિંગ જોતાજ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.
તો વળી આ સાથે આ શિવલિંગ અઢીફૂટ તેમજ સ્ટફિક પથ્થરમાંથી બન્યું હોવાની જાણકારી મળી રહી છે. આમ હાલ આ શિવલિગનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. તેમજ જ્યા કિનારે આ શિવલિંગ મળી આવયુ હતું ત્યાં ભક્લતઓની ખુબજ ભીડ જોવા મળી હતી. તેમજ આ વીડિયોને લોકો પસંદ પણ ખુબજ કરી રહયા છે.