Gujarat

શિક્ષક ના નામ પર કલંક ! શાળા ના પટાંગણ માં પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવ્યું આવું કામ..જુઓ વિડીયો.

Spread the love

આપણા સમાજ માં શિક્ષણ નું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. ભારત માં ઘણા લોકો એવા છે કે જેની પાસે બે ટક ભોજન માટે ના પૈસા પણ નથી એવામાં તે તેના બાળકો ને અભ્યાસ માટે પૈસા ક્યાંથી કાઢે. આથી ગરીબ બાળકો તેના વિસ્તાર માં આવેલી સરકારી સ્કૂલ માં અભ્યાસ કરતા હોય છે. પરંતુ ક્યારેક સરકારી શાળા ના શિક્ષકો ના એવા એવા કિસ્સાઓ સામે આવે છે કે શિક્ષકો ના નામ પર કલંક હોય તેમ લાગે. એવો જ એક વિડીયો જોઈ ને લોકો હચમચી ગયા છે.

આ વિડીયો મથુરા માં આવેલી એક સરકારી સ્કૂલ નો વિડીયો સામે આવ્યો છે. જેમાં વરસાદ ના કારણે શાળા ના પટાંગણ માં ખુબ જ પાણી ભરાય ગયું હતું. શાળા માં અભ્યાસ કરાવી રહેલા મદદનીશ પલ્લી નામના શિક્ષિકા એ સ્કૂલ ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પાણી ની વચ્ચે ખુરશીઓ ની લાઈન કરાવી બાદ માં શિક્ષિકા પોતે પોતાના કપડાં ન બગડે તે માટે પાણી ની પર જે ખુરશીઓ રાખી હતી તેના પર ચડી ને પટાંગણ ને પાર કર્યું હતું..જુઓ વિડીયો.

આ વિડીયો સામે આવતા લોકો આ શિક્ષિકા પર ખુબ જ ગુસ્સો દાખવી રહ્યા છે. મથુરા માં આવેલ બલદેવ વિસ્તાર ની દધેટા ગ્રામ પંચાયત ની શાળા માં આ બનેલી ઘટના છે. આ ઘટના માં શિક્ષિકા એ પોતાના ના કપડાં ની કાળજી રાખવા વિદ્યાર્થીઓ પાસે આવી કાળી મજૂરી કરાવી. આ બાદ આ શિક્ષિકા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

લોકો કોમેન્ટ કરતા કહે છે કે વિદ્યાર્થીઓ ને શાળા માં ભણાવવામાં આવે છે કે પછી શિક્ષકો ની સેવા કરાવવામાં આવે છે? લોકો શિક્ષણ જગત પર સવાલ ઉઠાવી રહ્યા છે. વધુ જાણકારી મળી હતી કે સરકારી શાળા ના પ્રિન્સિપાલે કહ્યું કે શાળા ની સામે ઘણા સમય થી રોડ બનતો હોવાના કારણે શાળા માં પાણી ભરાવાની સમશ્યા થઇ રહી છે. આ અંગે બ્લોક ડેવલપમેન્ટ અને શિક્ષણ વિભાગ ને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *