મનુસ્ય હોવા પર શર્મ થાય તેવી ઘટના! 2 કલ્લાક સુધી વૃદ્ધની અંતિમક્રિયા ન થવા દીધી કારણ જાણીને
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય આધુનિક સમય છે આજે વિશ્વ ધરતી ઉપરથી ચાંદ સુધી પહોંચી ગયું છે અને લોકો વિકાસના નવા નવા આયામો સર કરી રહ્યા છે પરંતુ તેમાં પણ આજે પણ આપણા સમાજમાં ઘણી એવી બાબતો છે કે જેના કારણે આપણને મનુસ્ય હોવા પર શર્મ થાય. આપણે સૌ જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા વિશ્વમાં સૌથી પ્રાચીન છે ઉપરાંત આપણે ઘણી જ સમૃદ્ધ સંસ્કૃતિ નો વર્ષો પણ ધરાવીએ છીએ.
છતાં પણ સમાજમાં એવા ઘણા ભેદ ભાવ છે કેજે આપણી આ સમૃદ્ધ વર્ષને દંશ પહોંચાડે તેવી છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આપણા સમાજમાં ઉચ્ચ નીચ નો ભેદ છે જેના કારણે આપનો સમાજ વિખેરાયેલ છે. જોકે આપણે સૌ આ ઉચ્ચ નીચ ના ભેદ ને દૂર કરીને એક થવા માંગીએ છીએ તેવામાં અમુક એવા આવારા તત્વો છે કે જેઓ આપણા સમાજને એક થવા દેવા માંગતા નથી અને સમાજમાં આ ઉચ્ચ નીચ નો ભેદ રહે અને સમાજના લોકો એક બીજા સાથે લડતા રહે તેવા જ પ્રયાસો કરે છે.
જેને લઈને હાલમાં જ એક એવો બનાવ સામે આવ્યો છે કે જેના કારણે માનવતા પણ શરમાઈ જાય. જણાવી દઈએ કે આ ઘટના દાંતીવાડા તાલુકાના ના ધાનેરી ગામ ની છે અહીં ના રહેવાસી તેજાભાઈ બઢીયા કે જેમની ઉમર 85 વર્ષ હતી તેમનું અવશાન થયું હતું. માટે પરિવાર દ્વારા તેમને અંતિમ ક્રિયા માટે સમશાન લઇ જવામાં આવ્યા હતા પરંતુ આવા કરુણ સમયે પણ અમુક લોકોના મનમાં નાત જાત નું ઝેર એટલી હદે જોવા મળ્યું કે મૃત્યુ પામેલા વ્યક્તિનું પણ સન્માન ન કર્યું.
જણાવી દઈએ કે જયારે આ પીડિત પરિવાર તેજા ભાઈના મૃતદેહ ને લઈને સમશાન પહોંચ્યા ત્યારે અમુક લોકોએ તેમની ગાડીઓ સમશાન ના ગેટ પર ઉભી રાખી અને આ સમશાન પોતાનું હોવાની વાત કહીને પીડિત પરિવારને અંદર પ્રવેશવા ના દીધા જેના કારણે તેજ ભાઈ ના મૃત દેહને બે કલ્લાક સુધી સમશાન ની બહાર રાખવામાં આવ્યા આ સમયે પરિવાર ના લોકો પણ ત્યાંજ હાજર હતા બનાવ અંગે માહિતી મળતા દલિત સમાજના અગ્રણી એવા દલપત ભાઈ ઘટના સ્થળે પહોંચ્યા.
ઉપરાંત આ બાબતની ગંભીરતાને ધ્યાન માં લઈને પોલીસ ટિમ પણ ઘટના સ્થળે પહોંચી જે બાદ પોલીસના કફેલની વચ્ચે મૃતક તેજા ભાઈ ની અંતિમ વિધિ કરવામાં આવી જે બાદ પરિવારના લોકો ન્યાય માટે પોલીસ સ્ટેશન ગયા તેમનું કહેવું હતું કે જીવતા તો અધિકાર માટે લડવું પડે છે પરંતુ મૃત દેહને પણ સન્માન પૂર્વક મૃત્યુ નો અધિકાર નથી
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.