મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તેવામાં આ પાવન અવસર માં લોકો પોતાના જીવન સાથીની સાથે સાત ફેરા લઈને પોતાના નવા જીવનમાં પ્રવેશ કરશે. હાલમાં લગ્નનો આ રંગ ટેલીવિઝન અને બોલીવુડ ના કલાકારો પર પણ જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્નના આ સમય માં અનેક કલાકારોએ પોતાના જીવનસાથી સાથે નવા જીવનની શરૂઆત કરી દીધી છે તેવામાં ફેન્સ માટે વધુ એક ખુશીના સમાચાર ટેલીવિઝન જગત માંથી મળી રહ્યા છે જણાવી દઈએ કે ટેલીવિઝન ના લોકપ્રિય કલાકાર અથર્વ નાહરે તાજેતરમાં જ લગ્ન કરી લીધા છે.
જો વાત અથર્વ નાહરે અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ ટેલીવિઝન પર ફેમસ સિરિયલ ‘અશોક સમ્રાટ’માં પોતાની આગવી એક્ટિંગ ને કારણે લોકોમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ ઉપરાંત તેઓ ભોજપુરી ફિલ્મ ‘સસુર બહુત પૈસા વાલા 2’માં પણ કામ કરી ચૂક્યા છે અને લોકો તેમના કામને ઘણું પસંદ કર્યું છે.
જો વાત અથર્વ નાહરે ના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે પોતાની ગર્લફ્રેન્ડ પૂજા દ્વિવેદી સાથે 5 ફેબ્રુઆરી 2022ના રોજ લખનૌમાં લગ્ન કરી લીધા છે. જો કે હાલમાં ચાલી રહેલા કોરોના ને કારણે આ લગ્ન ઘણા મર્યાદિત લોકો વચ્ચે કરવામાં આવ્યા હતા.
જો વાત તેમના લગ્નના પોશાક અંગે કરીએ તો અથર્વ એ લગ્નમાં ક્રીમ કલરની શેરવાની પહેરી હતી જ્યારે વાત પૂજા ના આઉટ ફીટ અંગે કરીએ તો તેમણે એમ્બ્રોઈડરી વર્ક વાળા લહેંગા અને હાથમાં લાલ રંગની બંગડી પણ પહેરી હતી. આ પોશાક માં દંપતિ ઘણી સુંદર લાગી રહી હતી. લગ્નને લઈને તેમના ફોટા હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. અને લોકો તેમના ફોટાને પસંદ પણ કરી રહ્યા છે.