શું શેન વોર્નનુ મૃત્યુ ષડયંત્ર છે? મૃત્યુ પહેલા રૂમમાં શું થયું? રૂમમાં પુષ્કળ લોહી મળતા પોલીસે કહ્યુંકે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આખા વિશ્વમાં લોકો દ્વારા ક્રિકેટ ને ઘણું મહત્વ આપવામાં આવે છે. લોકોને ક્રિકેટ રમવી અને જોવી ઘણી પસંદ આવે છે પરંતુ હાલમાં જ આપણે સૌ જાણીએ છિએ કે ક્રિકેટ ફેન્સ માટે ઘણા માઠા સમાચાર આવ્યા છે કે જ્યાં એક સફળ અને શાનદાર ક્રિકેટર તેવા શેન વોર્નનુ મૃત્યુ થયું છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા ક્રિકેટ જગત માટે ઘણો આકરો રહ્યો હતો કારણ કે 52 વર્ષીય શેન વોર્નનું મૃત્યુ થયું હતું જણાવી દઈએ કે હાલમાં મળતી પ્રાથમિક માહિતી અનુસાર શેન વોર્નનું ના મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે. જો કે હાલમાં પોલીસ દ્વારા આ મૃત્યુની તપાસ કરવામાં આવી રહી જેને લઈને પોલીસ દ્વારા હાલમાં મોટો ખુલાસો કર્યો છે.
મળતી માહિતી અનુસાર પોલીસ ટીમને શેન વોર્નનું જે રૂમમાં મોત થયું હતું તે રૂમમાં મોટા પ્રમાણમાં લોહી મળ્યું હતું. રૂમમાં ઠેર ઠેર લોહીના ડાઘ જોવા મળ્યા હતા ઉપરાંત કાર્પેટ, ટોવેલ્સ અને ઓશિકા પર પણ લોહી જોવા મળ્યું હતું. જણાવી દઈએ કે મૃત્યુ પહેલા શેન વોર્ન પોતાની હાર્ટની સમસ્યા ઉપરાંત અસ્થમા રોગ ને લઈને વાત કરવા ડૉક્ટર પાસે પણ ગયા હતા. પરંતુ જણાવી દઈએ કે પોલીસને હજી સુધી શેન વોર્નના મોતનું યોગ્ય કારણ મળ્યું નથી.
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર રૂમમાં મોટા પ્રમાણમાં લોહી હતું જ્યારે CPR કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન છાતી પર દબાણ કરી હાર્ટ પમ્પિંગ કરાવવું તથા શ્વાસ આપવો શરૂ કરવામાં આવ્યું ત્યારે મૃતકને ભીની ખાસી ઉધરસ આવી રહી હતી અને લોહી નીકળતું હતું જો કે હાલમાં પોલીસ દ્વારા શેન વોર્નના મૃત્યુ ને લઈને કોઈ ષડયંત્ર ના હોવાનું જણાવ્યું છે.
જો કે હાલમાં શેન વોર્નના મેનેજર જેમ્સ એર્સ્કિને પણ જણાવ્યું કે શેન વોર્ન મૃત્યુ અગાઉ 14 દિવસના લિક્વિડ ડાયેટ પર હતો. તેમણે વધુમાં જણાવ્યું કે શેન વોર્ન દ્વારા સોશિયલ મીડિયામાં પોતાનો એક જૂનો શર્ટલેસ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને જુલાઈ 2022 સુધીમાં પોતે ફરી પહેલાની જેમ ફીટ થવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જો કે હાલમાં શેન વોર્નની બોડી ને થાઈલેન્ડથી ઓસ્ટ્રેલિયા લાવવાની કવાયત કરવામાં આવી રહી છે.