શાર્ક ટેંક ઈન્ડયાના શાર્ક તથા મમાઅર્થના ફાઉનડર ગઝલ અલઘે ખરીદી આ મોંઘી ગાડી કીમત અને ગાડી વિશે જાણી ચોકી જાસો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ટેલીવિઝન જગત ઘણું બદલાઈ ગયું છે પહેલાના સમયમાં લોકો દ્વારા ટેલીવિઝન નો ઉપયોગ ફક્ત મનોરંજન મેળવવા માટેજ થતો હતો અમુક પ્રકારના શો લોકોને મનોરંજન આપતા હતા પરંતુ હવે સમય બદલ્યો છે મનોરંજ સાથે અનેક રીયાલીટી શો પણ આવતા થયા છે કે જ્યાં વ્યક્તિ પોતાની આવડત ને લઈને પૈસા કમાઈ શકે છે જો કે હવે આધુનિક સમયમાં ભારતીય ઉદ્યોગ જગતને મજબુત કરવા અને નવા સ્ટારટપ ને મદદ કરવા એક શો શરુ થયો છે.
આ શો નું નામ શાર્ક ટેંક ઇન્ડિયા છે. આપણે સૌ જાણીએ છીએ એક અહી વિવધ ક્ષેત્ર માંથી ફાઉન્ડર આવે છે અને નવા પ્રોજેક્ટમાં પૈસા લગાવે છે આપણે અહી આ શો ના એક શાર્ક વિશે વાત કરવાની છે તો ચાલો આપણે આ અંગે વધુ માહિતી મેળવીએ. આપણે અહી શાર્ક ગઝલ વિશે વાત કરવાની છે કે જેઓ મમાઅર્થના ફાઉન્ડર પણ છે. તેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે કારણ કે હાલમાં જ તેમણે ઘણી જ આલીશાન અને મોંઘી ગાડી ખરીદી છે જેના કારણે તેઓ ચર્ચામાં છે.
જો વાત તેમણે ખરીદેલ ગાડી અંગે કરીએ તો આ ગાડી ઓડી કંપની ની છે અને ઈ ટ્રોન ઈવી મોડલ ની આ કાર છે ગઝલે આ શ્રેણી ની સૌથી ટોપ કાર એટલે કે e tron sportback 55 ગાડી ખરીદી છે. જો વાત ગાડી ની કિમત અંગે કરીએ તો આ ગાડી ૧.૧૭ કરોડ રૂપિયા ની છે. લાલ રંગ ની આં ગાડી સાથે ગઝલે પોતાનો ફોટો સોસ્યલ મીડયા પર શેર કર્યો હતો. જણાવી દઈએ કે આ એક ઈલેક્ટ્રોનિક ગાડી છે. આ ગાડીનો ફોટો શેર કરતા ગઝલે કેપ્શન લખ્યું કે “ એકંદરે આપણે આપણા બાળકો માટે સ્વચ્છ દુનિયા છોડવી પડશે હું આ પરિવર્તન માટે તમામ પ્રયાશો કરી રહી છુ. તમારા વિશે જણાવો. “
હવે જો વાત આ અલિશાન અને વૈભવી ગાડી વિશે કરીએ તો જણાવી દઈએ કે આ ગાડી ને કંપની દ્વારા પેટ્રોલ વેરિઅન્ટ્સથી અલગ બનાવવા અમુક ફેરફારો કર્યા છે. જેમાં ગાડીમાં મોટી ગ્રિલ અને બોનેટ લાઇનો જોવા મળશે કે જે આ ઈલેક્ટ્રોનિક ગાડીને ઘણો જ હેવી લુક આપે છે. જો વાત ગાડીના ટાયર અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ગાડીમાં 20 ઈંચના એલોય વ્હીલ્સ કે જેને પીળા રંગના કેલિપર્સથી સજ્જ કરવામાં આવ્યા છે તે પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ઈલેક્ટ્રોનિક ગાડીને ચાર્જ કરવા માટે ગાડી ની બંને તરફ ચાર્જિંગ પોર્ટ છે.
જણાવી દઈએ કે કંપની તરફથી આ ગાડીમા પેનોરેમિક સનરૂફ, ઉપરાંત 4 – ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ, સાથો સાથ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, એમ્બિયન્ટ લાઇટિંગ ઉપરાંત વૈકલ્પિક એર પ્યુરિફાયર સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી છે.
જો વાત ગાડી ના ચાર્જિંગ અને ચાર્જર અંગે કરીએ તો જણાવી દઈએ કે કંપનીએ ગાડી સાથે 11 kW AC વોલ ચાર્જર આપ્યું છે, કે જેમા 15 amp સોકેટ નું કેબલ પણ થયેલ છે, જણાવી દઈએ કે ઓડી કંપનીએ આ ચાર્જર ઉપરાંત તેના વિકલ્પ સ્વરૂપે એક ડીસી ચાર્જર પણ આપ્યું છે કે જે ઓડી ડીલરશીપ પાસે મળી રહેશે.
જો વાત ગાડીમાં જોડવામાં આવેલ બેટરી અંગે કરીએ કંપનીએ તો ઓડી દ્વારા ઇ – ટ્રોન ઇલેક્ટ્રિક એસયુવીમાં 95 kWh પ્રતિ કલાકનો બેટરી પેક આપવામાં આવ્યું છે, કે જે માઉન્ટ થયેલ ઇલેક્ટ્રિક મોટર્સને પાવર આપવાનુ કામ કરે છે. જણાવી દઈએ કે આ EV સ્પોર્ટ્સ મોડ દ્વારા 408 Bhp એ પાવર જ્યારે 664 NM એ પીક ટોર્ક આપે છે. જ્યારે નિયમિત મોડ્સમાં તેનો પાવર આજ શ્રેણી માં 360 Bhp અને 561 Nm બને છે.
જો વાત આ ઈલેક્ટ્રોનિક ગાડી ની માઇલેજ અંગે કરીએ તો જણાવી દઈએ કે એક વાર ચાર્જ કર્યા પછી ગાડી 484 કિમી સુધી ચાલી શકે છે, જણાવી દઈએ કે કંપની દ્વારા આ મોડલ ની ગાડી જુલાઇ 2021 માં ભારત માં લૉન્ચ કરવામા આવી હતી.