શા કારણે બિગબોસ સેટ પર શહનાઝ અને સલમાન રડવા લાગ્યા ? સિદ્ધાર્થ શુક્લા.. જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે મનોરંજન ઘણું જરૂરી છે. આપણા દેશમાં અનેક એવા માધ્યમો છે કે જેઓ લોકોને ઘણું મનોરંજન આપે છે. આવા માધ્યમો માં ફિલ્મ જગત અને ટેલીવિઝન નો પણ સમાવેશ થાય છે. મિત્રો હાલમાં ટેલીવિઝન લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. ટેલીવિઝન પર પ્રસારિત થતાં શો પૈકી અમુક શો લોકો રોજ બ રોજ અને વારંવાર જોવા પસંદ કરે છે. આપણે અહીં એવા જ એક કાર્યક્રમ વિશે વાત કરવાની છે.
મિત્રો આપણે ઘણા એવા કલાકારો વિશે જાણીએ છિએ કે જેમણે પોતાની આવડત અને એક્ટિંગ ઉપરાંત પોતાની મહેનત ના કારણે કરોડો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. અને લોકોમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. આવા કલાકારો ના ચાલ્યા ગયા પછી પણ લોકોમા તેમની લોકપ્રિયતા ઓછિ થતી નથી. આપણે અહીં આવા જ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેમને તેમના ચાલ્યા ગયા પછી પણ લોકો ઘણા યાદ કરે છે.
મિત્રો આ વાત બિગ બોસ શો ની છે. જણાવી દઈએ કે આ કલર્સ ચેનલ પર પ્રસારિત થતો એક શો છે જેમાં અમુક ભાગ લેનાર વ્યક્તિઓ ને એક ઘરમાં રાખવામાં આવે છે અને તેમને વિવિધ ટાસ્ક આપવામાં આવે છે. જે પૈકી અમુક દિવાસો બાદ તમામ ટાસ્ક સફળરિતે પૂર્ણ કરનાર વ્યક્તિને આ શો નો વિજેતા જાહેર કરવામાં આવે છે. જેમાં દર્શકો ની ભાગીદારી પણ હોઈ છે.
જણાવી દઈએ કે હાલમાં ‘બિગ બોસ’ની 15મી સીઝન ચાલી રહી છે કે જે હવે તેના ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચી ગઈ છે. આ ગ્રાન્ડ ફિનાલે 29 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે, જેનો વિજેતા ને 30 જાન્યુઆરી ના રોજ વિજેતા ટ્રોફી આપવામાં આવશે. જણાવી દઈએ કે હાલમાં બિગ બોસની આ ટ્રોફી મેળવવા માટે હાલમાં શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, રશ્મિ દેસાઈ, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ કે જેઓ ટોપ 6 છે તેમણે પોતાની દાવેદારિ નોંધાવી છે. અને આ 6 પૈકી એકને બિગ બોસના વિજેતા તરીકે પસંદ કરવામાં આવશે.
આ ખાસ સમયે બિગ બોસ ની 13મી સિઝનના વિજેતા દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને શહનાઝ ગિલ શ્રદ્ધાંજલિ આપવા આવી હતી. જણાવી દઈએ કે જેને લઈને સોશ્યલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે શહેનાઝ સેટ પર આવીને ભાવુક થઈ જાય છે. જો કે શહેનાઝ ને ભાવુક થતી જોઈને સલમાન ખાન પણ તેને રોકવાનો પ્રયાસ કરે છે. જો કે આ સમયે સલમાન ખાનની આંખોમાં પણ આંસુ આવી જાય છે.
જણાવી દઈએ કે આ એજ શો છે કે જ્યાં શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા પહેલીવાર મળીયા હતા. ઉપરાંત અહીંથી જ તેમનો સંબંધ એટલો આગળ વધ્યો હતો કે જેના કારણે બંને ના ચાહકો તેમને સિદનાઝ તરીકે બોલાવતા હતા. જો કે જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાનું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. જે બાબત ને લઈને આજે પણ શહનાઝ ગિલ ભાવુક થઈ જાય છે.
Shehnaaz Gill and Salman Khan get emotional as they remember Sidharth Shukla 💗#ShehnaazGill#SidharthShukla #SidNaaz #SalmanKhan#TejasswiPrakash #KaranKundrra #PratikSehajpal #RashamiDesai #ShamitaShetty #NishantBhat #BiggBoss #BiggBoss15GrandFinale #BiggBoss15 @ColorsTV pic.twitter.com/5YQXs4VgRN
— India Forums (@indiaforums) January 29, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.