યુ ટ્યુબ પર ધુમ મચાવનાર શીતલ ઠાકોરનુ મુળ ગામ આ છે ! આવી રીતે ગાયકી ની શરુવાત કરી આજે આવુ જીવન…
આજે અમે એક એવી સિંગર વિશે જણાવીશું જેના સ્વર થકી અનેક લોકોનું દિલ જીત્યું છે. કિંજલ દવે અને ગીતા રબારી વિશે તો આપણે વાત કરીશું શીતલ ઠાકોર વિશે જેને આજે સંગીતની દુનિયામાં ખૂબ જ નામના મેળવી છે. તેમના અંગત જીવન વિશે જાણીએ તો શીતલ ઠાકોરનો જન્મ ગુજરાતના પાટણ શહેરની નજીક આવેલ ભાટસર ગામમાં ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ થયો છે. શીતલ ઠાકોરનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો.
ગુજરાતનું પાટણ શહેર પણ ઘણું સારું અને વ્યવસ્થિત શહેર છે. શીતલ ઠાકોરના પરિવારમાં પિતા વિક્રમભાઈ ઠાકોર છે, ભાઈ અંકિત ઠાકોર અને મામા પ્રહલાદ ઠાકોર છે. શીતલ ઠાકોર હાલમાં અમદાવાદમાં પોતાના પરિવારની સાથે રહે છે.શીતલ ઠાકોરને તેના પરિવારના બધા જ સભ્યો પ્રત્યે અતિ લગાવ છે, શીતલ ઠાકોરને નાનપણથી જ ગાવાનો શોખ ધરાવે છે. અને ત્યાર પછી શીતલએ ધીરે ધીરે ગાયિકી ક્ષેત્રમાં પોતાના ડગ માંડવાના શરુ કરી દીધા હતા.
શીતલ ઠાકોર લોક ગાયિકા હોવાની સાથે જ એક અભિનેત્રી તરીકે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અત્યારે શીતલ ઠાકોરના ગીતો સાંભળવા માટે ઘણા બધા ફેંસ તૈયાર રહેતા હોય છે.શીતલ ઠાકોર વિષે હજી વધુ જણાવીએ કે, શીતલ ઠાકોરે ખુબ જ નાની ઉમરમાં જ ગુજરાતી ગાયિકા તરીકે લોકપ્રિય બની ગયા છે. ઉપરાંત અત્યારે શીતલ ઠાકોર એટલી બધી આગળ આવી ગયા છે કેટલાક પ્રખ્યાત કલાકારો સાથે ગીત ગાવાનો અવસર મળ્યો છે.શીતલ ઠાકોર દ્વારા ગાવામાં આવેલ પ્રથમ આલ્બમ ‘ઠાકોર કુળની દીકરી’ ના એક ગીતમાં શીતલ ઠાકોર પોતાનો પરિચય આપ્યો છે. શીતલ ઠાકોરને તેના પહેલા ગીતની મદદથી ખુબ જ લોકપ્રિયતા મેળવી છે.
શીતલ ઠાકોરનો જન્મ થયો ત્યારે ઠાકોર પરિવાર ખુબ જ ગરીબ પરિસ્થિતિમાં હતા, પરતું હવે શીતલ ઠાકોર પોતાના પરિવારની પરિસ્થિતિથી ખુબ જ ખુશ જોવા મળે છે. શીતલ ઠાકોરને તેમના પરિવારના સભ્યો ખુબ જ પ્રેમ કરે છે. શીતલ ઠાકોરને નાનપણમાં ઘરે કેટલીક તકલીફો આવવાથી તેઓ પોતાના મામા પ્રહલાદ ઠાકોરના ઘરે ચાલ્યા ગયા હતા. પ્રહલાદ ઠાકોર ગીતકાર છે અને તેઓ ગીતો લખે પણ છે.
શીતલ ઠાકોરને નાનપણથી જ ગાવાનો શોખ છે અને તેઓ મામા પ્રહલાદ ઠાકોરના ઘરે ગયા પછી પોતાના સંગીત પ્રેમને આગળ વધારતા રહ્યા અને વર્ષ ૨૦૧૧માં શીતલ ઠાકોરે સંગીત ક્ષેત્રમાં કરિયર બનાવવાનું શરુ કરી દીધું હતું. શીતલ ઠાકોરએ પોતાના કરિયરની શરુઆતથી જ ઘણા બધા સુપરહિટ ગીતો આપ્યા છે જેના કારણે શીતલના સુરીલા સ્વરોના ફેંસ અત્યાર સુધીમાં ખુબ જ વધવા લાગ્યા અને હવે શીતલ ઠાકોરના ફેંસની સંખ્યા કરોડો સુધી પહોચી ગઈ છે.
શીતલ ઠાકોરનું પ્રાથમિક શિક્ષણ માદરે વતન પાટણના ભાટસર ગામમાં જ પૂર્ણ કર્યું છે. ત્યાર પછી શીતલ ઠાકોર પોતાના પરિવારની સાથે અમદાવાદમાં રહેવા માટે આવી ગયા છે. ત્યાર બાદ શીતલ ઠાકોરએ પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ અમદાવાદની ગુજરાત યુનીવર્સીટી માંથી પૂર્ણ કર્યો છે. આમ તો શીતલ ઠાકોરના સિંગિંગ કરિયરની શરુઆત વર્ષ ૨૦૧૧માં જ કરી દીધી હતી પરંતુ જયારે શીતલ ઠાકોરનું પોતાનું પહેલું આલ્બમ ‘ઠાકોર કુળની દીકરી’ પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારે શીતલ ઠાકોરના ‘ઠાકોર કુળની દીકરી’ને સફળતા મળ્યા પછી શીતલ ઠાકોરને સફળતા મળવા લાગી છે.