દેશના આ વીર જવાનોને દેશનો ત્રીજો સૌથી મોટો સન્માન આપવામાં આવશે તેમણે દેશ માટે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિની ઇચ્છા પોતાના દેશ અને માતૃભૂમિ ની સેવા અર્થે કંઈક કરવાનું હોઇ છે જેના કારણે લોકો દ્વારા દેશ સેવા માટે કંઈકને કંઈક કરી છૂટવા માટે હંમેશા તૈયાર રહે છે. જે પૈકી અમુક લોકો દેશ સેવાના અર્થે સેનામાં જોડાઇ જાય છે અને દેશની સેવા કરવા લાગે છે. આ ક્ષણ દરેક જવાન માટે સૌથી ખુશી નો ગણાય છે.
આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશના જવાનો આપણા સાચા હીરો છે આ વીર જવાનો પોતાના અંતિમ શ્વાસ સુધી દેશ સેવા અને દેશ રક્ષામા રહે છે આપણે સૌ જાણીએ છિએ કે દેશના વીર જવાનો નિઃસ્વાર્થ ભાવે પોતાના પરિવારથી દૂર રહે છે કે જેથી આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત રહી શકીએ તેવામાં દેશના આવા વીર જવનોને તેમના કર્યો મેં લઈને સરકાર દ્વારા દેશના ત્રીજા સૌથી મોટા સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબત દરેક દેશવાસીઓ માટે ઘણી ગર્વની છે. તો ચાલો આપણે આ જવાનો અને તેમના કર્યો વિશે માહિતી મેળવીએ.
આ યાદીમાં સૌથી પહેલું નામ હવાલદાર અનિલ કુમાર તોમર છે. જણાવી દઈએ કે અનિલ કુમાર ઉતર પ્રદેશ ના મેરઠ જિલ્લાના રહેવાશી છે. જણાવી દઈએ કે સરકાર દ્વારા તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જો વાત તેમના બલિદાન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ ડિસેમ્બર 2020 માં જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એક ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા. અનિલ કુમાર ને શૌર્ય ચક્ર એનાયત થવા બદલ તેમના પત્ની મીનુ તોમરે કહ્યું કે આ મેડલ બહાદુરીનું પ્રતિક છે. તેમના પત્નીએ વધુમાં જણાવ્યું કે મને મારા પતિની શહાદત પર ગર્વ છે. જણાવી દઈએ કે અનિલ કુમાર રાજપૂત રેજિમેન્ટના હતા તેઓ 25 ડિસેમ્બર 2020ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં કોમ્બેટ એક્શન ટીમનું નેતૃત્વ કરતી વખતે બે આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
આ યાદીમાં બીજું નામ કાશીરાય બમ્મનલ્લી છે. જો વાત કરીએ કે તેમણે કઈ રીતે પોતાના જીવ આપીને પોતાના સભ્યો ને બચાવ્યા તે બાબત અંગે તો જણાવી દઈએ કે તેમને જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ નો જે બહાદુરી અને હિંમત પૂર્વક સામનો કર્યો તે બદલ તેમને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે તેઓ બદલ કોર્પ્સ ઑફ એન્જિનિયર્સના હવાલદાર પદ પર હતા. જો વાત તેમના બલિદાન અંગે કરીએ તો તારીખ 1 જુલાઈ, 2021 ના રોજ, હવાલદાર કાશીરાઈ બમ્મનલ્લી કાશ્મીરના પુલવામામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન માં સક્રિય હતા આ સમયે આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકી ઉપરાંત સેના પર ગોળીબાર પણ કરી. તેવા સમયે કાશીરામ ને છાતીમાં ગંભીર ઈજા હોવા છતાં, તેમણે આતંકીઓ પર ગોળી ચલાવી અને આતંકવાદીને ઠાર માર્યો. અને પોતાની ટીમના સભ્યોના જીવ તો બચાવયો જ ઉપરાંત તેમણે ગંભીર હાલત માં પણ ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા.
આ યાદીમાં આગળ હવાલદાર પિંકુ કુમાર નો પણ સમાવેશ થાય છે. જો વાત પિંકુ કુમાર અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ જાટ રેજિમેન્ટના હવાલદાર હતા. જો વાત તેમના બલિદાન અંગે કરીએ તો જણાવી દઈએ કે પિંકુ કુમારે એક ઓપરેશન દરમિયાન એક આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ તેઓ પણ વિરગતિ પામ્યા હતા જો કે તે પહેલા તેમણે આતંકવાદીઓનો રસ્તો રોક્યો હતો.
આ યાદીમાં આગળનુ નામ સિપાહી મારુપ્રોલુ જસવંત કુમાર નું છે. જો વાત સિપાહી મારુપ્રોલુ જસવંત કુમાર રેડ્ડીના બલિદાન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે કાશ્મીરમાં આતંકીઓ નો સામનો કરતી વેળાએ એક આતંકવાદીને તો માર્યો જ ઉપરાંત જયારે આ લડાઈ માં તેમણે જોયું કે તેમની ટીમના કમાન્ડર ગંભીર રીતે ઘાયલ થયા છે જે બાદ રેડ્ડીએ આતંકવાદીઓ પર ગ્રેનેડ ફેંક્યા અને તેમની ટીમ કમાન્ડર ને બચાવવા માટે આગળ વધ્યા. આ સમયે આતંકીઓએ તેમના પર ગોળીઓ ચલાવી જેમાં તેઓ ઘાયલ થયા જો કે આવા સમયે પણ તેમણે આતંકવાદીઓ પર ગોળીઓ ચલાવ્વાનુ ચાલુ રાખ્યું હતું જે બાદ તેઓ ઇજાઓને કારણે તે શહીદ થાય આમ તેમણે શહિદિ વોહરીને કમાન્ડરનો જીવ બચાવ્યો.
નાયબ સુબેદાર શ્રીજીત એમ નો પણ સમાવેશ આ યાદીમાં થાય છે. જો વાત તેમના શોર્ય અંગે કરીએ તો જણાવી દઈએ કે 8 જુલાઈ, 2021 ના રોજ, નાયબ સુબેદારે કાશ્મીરના એક ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા આ સમયે તેમનો સામનો આતંકવાદીઓ સાથે થયો અને આ એન્કાઉન્ટરમાં તેમણે એક આતંકવાદીને માર્યો હતો. જોકે આ સમયે તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો જે બાદ વિરગતિ પામ્યા.
આ યાદીમાં આગળ નું નામ રાઈફલમેન રાકેશ શર્મા નું પણ છે. જો વાત તેમના શોર્ય અંગે કરીએ તો જણાવી દઈએ કે રાકેશ શર્મા આસામમાં આતંકવાદ વિરોધી અભિયાન માં કાર્યરત હતા. જણાવી દઈએ કે આ સમયે, તેમણે બે આતંકવાદીઓને ઝાડી ઝાખરા માંથ ભાગતા જોયા હતા. જે બાદ તેઓ તેમના સાથીના કવરિંગ ફાયરની વચ્ચે આતંકવાદીઓનો પીછો કર્યો અને તેમના ભાગી જવાનો માર્ગ બ્લોક કર્યો. આ સમયે તેમણે ભાગી રહેલા આતંકવાદીઓમાંથી એકને ગોળી મારી હતી, જો કે બીજા આતંકવાદી સેના પર ભારે ગોળીબારી કરી રહ્યો હતો, જે બાદ રાકેશ શર્મા એક ઝાડના સહારે આગળ વધ્યા અને બીજા આતંકવાદીને મારી નાખ્યો.