Entertainment

હવે આને શું કેહવું ? ભારતના આ રાજ્યની અંદર શ્વાન પર લાગ્યો સીએમના અપમાનનો ગુનો…શ્વાને વળી એવી તો શું હરકત કરી દીધી…જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને દરરોજ આવી અજીબોગરીબ ઘટનાઓ વિશે જાણવા મળે છે, જેને જાણીને આપણને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આંધ્ર પ્રદેશમાંથી સામે આવી છે. જ્યાં એક કૂતરા સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. તમને આ જાણીને નવાઈ લાગશે પણ આ બિલકુલ સત્ય છે. તો ચાલો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો.

વાસ્તવમાં આ સમગ્ર ઘટના આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના પોસ્ટર ફાડવાને કારણે બની છે. તમને જણાવી દઈએ કે, જાણકારી અનુસાર ઘરની એક દિવાલ પર જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું. જેને કૂતરાએ ફાડી ખાધો હતો. આ પછી જે બન્યું તે વધુ આશ્ચર્યજનક હતું.

નોંધપાત્ર વાત એ છે કે, પોસ્ટર ફાડી નાખ્યા પછી, મહિલાઓના એક જૂથ વતી વિજયવાડા પોલીસમાં કૂતરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દશારી ઉદયશ્રી, જેઓ વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના કાર્યકર હોવાનું કહેવાય છે, તેણે કટાક્ષમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. હા, આ સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે કૂતરાએ મુખ્યમંત્રીનું અપમાન કરીને રાજ્યની છ કરોડ લોકોને નુકસાન પહોંચાડ્યું છે.

એટલું જ નહીં, તેમનું કહેવું છે કે, મુખ્યમંત્રીનું અપમાન કરવા બદલ કૂતરા અને તેની પાછળના લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. “અમે પોલીસને વિનંતી કરી છે કે કૂતરા અને કૂતરા પાછળના લોકોની ધરપકડ કરો જેમણે અમારા પ્રિય મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે,” તેમણે ઉમેર્યું. હાલ આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *