આ નાની એવી કયુટ દીકરીને હનુમાન દાદા વિષે પૂછવામાં આવેલ તમામ સવાલના એવા જવાબ આપ્યા કે વિડીયો જોઈ તમારું દિલ ખુશ થશે..જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો દરેક માતા-પિતા માટે ખુબ જ પ્રેરણાદાયી છે. બાળકોને આપણા પૌરાણિક શાસ્ત્રનું જ્ઞાન કઈ રીતે આપવું જોઈએ તે તમે જાણી શકશો. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક નાની એવી દીકરી તેના મમ્મીને પૂછે છે કે હનુમાનદાદાનું નામ હનુમાન કેમ પડ્યું? આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે દીકરીની માતા સરળ રીતે પોતાની દીકરીને હનુમાનજીના નામ પાછળની પૌરાણિક કથા જણાવે છે.
આ વિડીયો ખરેખર દરેક માતા-પિતાઓ માટે જોવા જેવો અને આ વાતને અમલ કરવા જેવો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે દીકરીની માતા હનુમાનજીના જીવન વિષે સવાલ કરે છે. નાની દીકરી તમામ સવાલોના જવાબ આપે છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, દીકરીની માતા સવાલ કરે છે કે, હનુમાનજીને ભૂખ લાગી તો કોને ગળી ગયા?
આ નાની દીકરી પોતાની કાલી ઘેલી ભાષા માં બોલે છે કે, હનુમાન દાદા સૂરજ દાળને ગળી ગયા. દીકરીનો સવાલ સાંભળીને તેની માતા ફરી તેને પૂછે છે કે, તેને મારવા કોણ દોડ્યું? ત્યારે દીકરી જવાબ દે છે કે ઇન્દ્રદેવ અને પછી તેમના પર વ્રજથી પ્રહાર કર્યો અને તેમની દાઢી પર લાગ્યું, તેની માતા દીકરીને પૂછે છે કે દાઢીને શું કહેવાય ? ત્યારે દીકરી કહે છે કે હનુ. આ કારણે મારુતિમાંથી હનુમાન નામ પડ્યું. આ નાની દીકરીના સવાલ સાંભળીને સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે.
પૌરાણિક કથા અનુસાર બાળપણમાં હનુમાનજી સૂર્યને ફળ સમજીને ખાવા માટે જાય છે , સૂર્યનું ગ્રહણ કરી લેતા તે જ વખતે દેવરાજ ઈન્દ્ર હનુમાનજીના મુખ પ્રહાર કર્યો. આ કારણે હનુમાનજીનું જડબું તૂટી ગયું હતું. ઈન્દ્રના હુમલાથી તેનું જડબું તૂટી ગયું હતું અને જડબાને હનુ કહેવામાં આવે છે, તેથી મારુતિ પરથી બજરંગબલીનું નામ હનુમાન પડ્યું.
View this post on Instagram