મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી એ કુદરતની ઘણી અણમોલ રચના છે. અને કુદરતે માનવી ને અનેક એવી તાકાતો આપેલી છે કે જેથી વ્યક્તિ પોતાના જીવનને સરળતાથી જીવી શકે. કહેવાય છે કે વ્યક્તિને સપના જોવા ગમે છે અને પોતાના સપનાઓ ને પૂરા કરવા માટે વ્યક્તિ ઘણી મહેનત કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી પર કોઈ પણ કાર્ય અસંભવ નથી. બસ દરેક વ્યક્તિએ પોતાના સપનાઓ અને કર્યો પૂરા કરવા માટે યોગ્ય મહેનત કરવી જોઈએ. આપણે અહીં એક એવીજ યુવતિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની સફળતાથી લોકો માટે મિસાલ બનાવી છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય મહિલાઓ નો છે મહિલાઓ અનેક ક્ષેત્રમા પુરુષો કરતા આગળ છે જેના અનેક ઉદાહરણ આપણી સામે છે મિત્રો જ્યાં એક તરફ કર્ણાટક માં હિજાબ વિવાદ ચરમ પર છે અનેક લોકો તેમાં પોતાના રાજકીય રોટલા શેકે છે તેવામાં આ યુવતિ એ કટ્ટરપંથી વિચારધારા વાળા અને મહિલાઓ ને આગળ ના વધવા દેવા ના પ્રયત્ન કરનાર લોકો માટે આ ઘટના થપ્પડ સમાન છે.
આ ઘટના પરથી માલુમ પડે છે કે જો મહિલાઓ ને આગળ વધવા માટે મોકો આપવામાં આવે તો તે ક્યાં સુધી પહોચી શકે છે. આપણે અહીં 26 વર્ષની આયેશા અઝીઝ વિશે વાત કરવાની છે કે જેઓ કાશમીર ના રહેવાશી છે તેઓ ભારતના સૌથી નાની વયની મહિલા પાયલોટ બન્યા છે.
જણાવી દઈએ કે આયેશા ખૂબ જ નાની ઉંમરમા જ મુંબઈ ક્લાઇંગ ક્લબમાં જોડાયા હતા. અને પોતાની તાલીમ પૂર્ણ કર્યા પછી માત્ર 16 વર્ષની ઉંમરે તેનું લાઇસન્સ પણ મેળવ્યું. જે બાદ વર્ષ 2017 માં તેને કોમર્શિયલ લાયસન્સ મળ્યું અને વર્ષ 2021 માં તે ભારતની સૌથી નાની વયની પાઈલટ બન્યા.
પરંતુ જણાવી દઈએ કે પાયલેટ બનવા નું કાર્ય આયેશા માટે એટલું સરળ ના હતું કારણ કે પોતે કાશ્મીરી માં હોવાને કારણે તેમને અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કટ્ટરવાદીઓએ પણ હિજાબ વિના તેના વિમાન ઉડવાનો વિરોધ કર્યો હતો અને તેને અને તેના પરિવારને ધમકીઓ પણ આપી હતી, પરંતુ આયેશાએ તેના માતા-પિતાના સમર્થનથી દરેક અવરોધને પાર કર્યો હતો.
જણાવી દઈએ કે વર્ષ 2011માં 16 વર્ષની ઉંમરમાં આયેશાએ પ્લેન ઉડાવવાનું લાઇસન્સ મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો. 2012માં તે રશિયાના સોકોલ એરબેઝ પર ગઈ હતી અને ત્યાં મિગ-29 જેટ ઉડાવવાની તાલીમ લીધી હતી. ત્યારપછી તેણે બોમ્બે ફ્લાઈંગ ક્લબ માંથી ઉડ્ડયનમાં સ્નાતક થયા અને વર્ષ 2017માં કોમર્શિયલ પાઈલટનું લાઇસન્સ મેળવ્યું.
કાશમીર ની મહિલા પ્રત્યે આયેશા જણાવે છે કે “મને લાગે છે કે કાશ્મીરી મહિલાઓ ખૂબ જ સારું કામ કરી રહી છે, ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં. કાશ્મીરમાં દરેક બીજી મહિલા માસ્ટર્સ અથવા ડોક્ટરેટ કરી રહી છે. ખીણના લોકો ખૂબ સારું કરી રહ્યા છે.”