ગરમ તેલ માં હાથ નાખી ને આ વ્યક્તિ કરે છે એવા કામ કે જોઈ ને તમે પણ આશ્ર્ચર્ય માં પડી જશો….
મિત્રો આ દુનિયા એક અજુબો છે અહીં તમને કુદરતની એક થી એક નાયબ વસ્તુઓ જોવા મળશે. આપણે જાણીએ છીએ કે આપણી આસ પાસ અનેક એવી વસ્તુઓ છે કેજે લોકોને વિચાર કરતા કરીદે છે. તેમાં પણ માનવ શરીર એ કુદરતની એક અદ્ભૂત રચના છે હાલ ના વિજ્ઞાન અને ટેક્નોલોજી ના સમય માં કે જ્યાં વિજ્ઞાન આટલું બધું વિસ્તાર પામ્યું છે તે સમય માં પણ માનવ ની રચના ને સમજી શક્યા નથી.
કુદરત દ્વારા માનવ શરીર ને અનેક તાકાતો આપવામાં આવી છે પરંતુ આ તમામ તાકાતો ની ઓળખ માનવીને હોતી નથી. પરંતુ ઘણી વાર આવી તાકાતો અચાનક માનવી સામે આવી જાઈ છે. આપડે અહીં એક એવાજ કિસ્સા વિશે વાત કરશું. આમતો માણસ શરીર ની ચામડી ઘણી નરમ હોઈ છે જો વધુ પડતાં ગરમ પાણી માં પણ હાથ નાખવામાં આવે તો દાઝી જવાય છે તેવામા જો કોઈના હાથ પર તેલ નું ગરમ ટીપું પડી જાઈ તો માણસ નો હાથ દાઝી જાઈ છે અને તેનો ડાઘ પણ લાગી જાઈ છે.
પરંતુ અહીં આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરશું કે જે આવા ગરમા ગરમ તેલમા હાથ નાખી ને પકોડા તળે છે અને તમને જાણીને નવાઇ લાગશે કે તેમના હાથ પર કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. આ બનાવ મૂળ લલિતપુર જીલ્લા ના રહેવાસી સોહન ભાઈ ની છે કે જેમની ઉંમર 45 વર્ષ છે. તેઓ પોતાનો હાથ ગરમ તેલમા નાખે છે અને ભજીયા તળે છે. તેઓ 13 વર્ષ ના હતા ત્યારથી જ ચા અને ભજીયા ની દુકાન ચલાવતા હતા.
હાલ તેઓ તેમના ભાઈ અને ભાભી સાથે રહે છે. તેમના જણાવ્યા અનુસાર તેમના લગ્ન 18 વર્ષ ની ઉમરે થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે એક વાર જ્યારે તેઓ દુકાનેથી ઘરે પરત ફરિયા ત્યારે તેમના પત્ની ઘરે નહતા ત્યારે ઘણી તપાસ પછી ખબર પડી કે તેઓ બીજા વ્યક્તિ સાથે ચાલ્યા ગયા હતા. તેમના ચાલ્યા ગયા પછી તેઓ ઘણા નિરાશ થઈ ગયા ત્યાર બાદ તેમના ભાઈ ભાભી ના સમજાવવા થી તેમણે ફરીવાર દુકાન ખોલી. તેવામાં એક વાર જ્યારે તે ભજીયા તળતા હતા ત્યારે પોતાના પત્ની અંગે ના વિચારો માં ને વિચારો માં તેમનો હાથ ગરમ તેલમા વયો ગયો.
પરંતુ તેમના હાથ ને જરા પણ ઈજા ન્ થઈ તેમને લાગ્યું કે તેમનો હાથ ગરમ પાણી માં હોઈ. ત્યારથી તેઓ ગરમ તેલમા હાથ નાખીને જ ભજીયા તળે છે. તેમના આ ભજીયા ને ઘણા લોકો પસંદ કરે છે. અને તેઓ પણ આ લોકો સામે ગરમા ગરમ તેલ માં હાથ નાખીને ભજીયા તળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.