ગુજરાત ના અમુક વિસ્તાર થયા જળબમ્બાકાર ! આગામી 5-દિવસ આ જિલ્લા માં છે અતિભારે વરસાદ ની આગાહી, જેમાં…
ગુજરાત રાજ્ય માં હવે ચોમાસુ પોતની દસ્તક દઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના ઘણા બધા જિલ્લા માં વરસાદી માહોલ જામી રહ્યો છે. અને ઘણી જગ્યા એ લોકો ને બહાર નીકળવું મુશ્કિલ થઇ રહ્યું છે. મોટા ભાગ ના વિસ્તારો વરસાદી પાણી થી જળબમ્બાકાર થઇ રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસો માં ભારે વરસાદ થી લોકો ને સાવચેત રહેવા કહ્યું છે.
હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 6-જુલાઈ ના રોજ ભાવનગર, બોટાદ, અંમરેલી, વડોદરા, ,અમદાવાદ,ખેડા,છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ માં ભારે વરસાદ ની પડવાની પુરી શક્યતાઓ છે. લોકો ને પહેલાંથી સાવચેત રહેવા સૂચના અપાય છે. આગામી 7-જુલાઈ ના રોજ ગુજરાત ના દેવભૂમિ દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, ગીર-સોમનાથ, બોટાદ, ભાવનગર, અમરેલી સહિત ના જિલ્લા માં ભારે વરસાદ થવાની શકયતાઓ છે.
8-જુલાઈ ના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, વલસાડ વગેરે જિલ્લામાં વરસાદ ની થવાની શક્યતા છે. ગુજરાત ના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ, હજુ મધ્ય ગુજરાત માં વરસાદી પાણી ની ઘણી ઘટ જોવા મળે છે. અમદાવાદ માં હજુ માત્ર 4.27 ટકા જ વરસાદ વરસ્યો છે. આ સાથે જ અમદાવાદ શહેર માં 1.33 ટકા વરસાદ વરસ્યો છે.
મોસમ વિભાગ ના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા માં આગામી દિવસો માં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. એટલા માટે પૂર્વ તૈયારીઓ ના ભાગ રૂપે NDRF ની 25 સભ્યો ની ટિમ બનાસકાંઠા ના અલગ અલગ વિસ્તારો માં ખસેડવામાં આવી છે. જેથી રાહત માં સરળતા રહે. છેલ્લા 24-કલાક માં પડેલા વરસાદ ની વાત કરી એ તો, સૌથી વધુ વરસાદ નવસારી તાલુકા માં 61-મિમિ નોંધાયેલો છે.
હવામાન વિભાગે આગામી 5-દિવસ માટે ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ બતાવી છે. વરસાદ પડતાની સાથે જ રાજ્ય ના નદી, તળાવ માં નવા નીર ની આવક થાય છે. જો આખા ગુજરાત ની વાત કરી એ તો, આ સીઝન નો 4-ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. આ સાથે જ જળાશયો માં પાણી ની સપાટી માં વધારો થતા હવે 33.40 ટકા પાણી નો સંગ્રહ થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!