India

બર્થડે બોય નું મોઢું કોઈ એ કેક માં નાખ્યું ત્યારબાદ તો જામ્યો ખરાખરી નો જંગ જે થયું તે, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા પર મનોરંજન થી ભરપૂર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક લગ્ન ના વિડીયો તો ક્યારેક જંગલી પશુ ના વિડીયો આવા વિડીયો જોઈ ને લોકો ને ખુબ જ મનોરંજન મળતું હોય છે. ક્યારેક જન્મદિવસ ની પાર્ટી ના પણ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. બાળકો હોય કે વડીલો, બર્થડે પાર્ટીમાં હંગામો મચવો નિશ્ચિત છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

આમાં તમે જોઈ શકો છો કે ઘરમાં બાળકની બર્થ-ડે પાર્ટી ઉજવવામાં આવી રહી છે. જેવી તે કેક કાપવા જાય છે ત્યારે પાછળથી કોઈ તેને ચીડવે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકના જન્મદિવસની ઉજવણી કરવા માટે કેટલા લોકો સ્થળ પર પહોંચ્યા છે. થોડી જ વારમાં, બાળક કેક કાપવા આગળ વધે છે, પરંતુ આ દરમિયાન કોઈએ તેનું માથું પાછળથી પકડીને કેકમાં નાખ્યું.

બાળકને આ કૃત્ય પસંદ નથી આવતું અને તે તેની બાજુમાં ઉભેલા છોકરાને ખેંચીને એક થપ્પડ મારે છે. વીડિયોમાં તમે આગળ જોઈ શકશો કે થપ્પડ માર્યા બાદ બાળક ઉભો રહીને રડવા લાગે છે. પરંતુ પાછળથી જન્મદિવસના છોકરાને ખબર પડે છે કે આ કૃત્ય કોઈ બીજા એ કર્યું અને તેણે થપ્પડ પણ કોઈ બીજા ને મારી દીધી. આ વીડિયો મીમલોજી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Meemlogy (@meemlogy)

આમ આ વિડીયો જોઈ ને લોકો ખુબ જ ફની કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અનેક લોકો ને આ વિડીયો જોવો ખુબ જ પસંદ આવી રહ્યો છે. જન્મદિવસ ની પાર્ટી ના અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આ વિડીયો જોઈ ને કેટલાક લોકો એ કહ્યું કે કરે કોઈ ને ભરે કોઈ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *