Gujarat

બાપ બડાના ભઈયા સબસે બડા રૂપૈયા! દર્દી પાસે પૈસા ના હોવાથી 108 ન લઇ ગઈ અને દર્દી મૃત્યુ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ અને રાજ્યમાં અનેક અકસ્માત અંગેના બનાવો સામે આવ્યા છે જે પૈકી અમુક અકસ્માત માં અકસ્માત નો ભોગ બનનાર વ્યક્તિનો કોઈ વાંક પણ હોતો નથી છતા પણ તેને અકસ્માત નો સામનો કરવો પડે છે.

આપણે સૌ જાણીએ છિએ કે મનુષ્યનુ જીવન ઘણું મુલ્યવાન છે પરંતુ હાલમાં લોકોમા માનવતા મરી ગઈ હોઈ તેવું લાગે છે. આપણે એવા ઘણા અકસ્માત જોયા છે કે જ્યાં લોકો અકસ્માત બાદ એમ્બુલન્સ ને બોલાવવાના બદલે તેના ફોટા અને વિડીયો ઉતરવા લાગે છે.

આ ઉપરાંત ઘણા એવા પણ ડોક્ટરો છે કે જેમના માટે વ્યક્તિ ના જીવન કરતા તેમના પૈસા મહત્વના હોઈ છે આવા લોકો જ્યાં સુધી પૈસા ન મળે ત્યાં સુધી દર્દી ને તડપવા દે છે પરંતુ તેની સારવાર કરતા નથી જેના કારણે ઘણી વખત દર્દી પોતાનો જીવ પણ ખોઈ બેસે છે.

હાલમાં આવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિ પાસે નાણાં ન હોવાથી 108 દ્વારા તેને હોસ્પિટલ લઇ ન લઇ જવામાં આવી જેથી વ્યક્તિનું રસ્તામાં જ મૃત્યુ થયું.

મળતી માહિતી અનુસાર આ ઘટના બારડોલી રેલ્વે બસ સ્ટેન્ડ પર અહીં બસના ચાલકની ભૂલે એક વ્યક્તિનો જીવ લીધો. જો વાત મૃત્યુ પામ્નાર વ્યક્તિ વિશે કરીએ તો તેમનું નામ જગુભાઈ હળપતિ તેઓ બારડોલીના વરાળ ગામના રહેવાસી હતા એક દિવસ તેઓ પોતાના કોઈક કામથી બારડોલી આવ્યો હતો.

કામ પૂર્ણ થતા જગુભાઈ હળપતિ બસ સ્ટેશન પર ઘરે જવા ઉભો હતો. તેવામાં માંડવી જતી એસટી બસમાં તેઓ બીજા લોકો સાથે ચઢી રહ્યા હતા. તેવામાં અચાનક ડ્રાઇવરે બસ ચાલુ કરી દેતાં જગુભાઈ હળપતિના પગ પરથી બસનું ટાયર ચાલી ગયું અને તેમનો પગ કચડાય ગયો જેના કારણે જગુભાઈ ને ગંભીર ઇજા થઈ હતી.

અકસ્માત બાદ લોકો દ્વારા 108 ને બોલાવવામાં આવી જો કે એમ્બુલન્સ આવી તો ખરી પરંતુ 108ના કર્મચારીઓ એ દર્દીને લઈ જવાની ના પાડી. જેના જવાબ માં તેમણે એવું જણાવ્યું કે દર્દીના કોઈ સબંધી સાથે નથી અને દર્દી પાસે પૈસા પણ નથી. જેથી સરદાર હોસ્પિટલના સંચાલકો આવા દર્દીને લાવવાની ના પાડે છે. આ સાંભળતા લોકોને નવાઈ થઈ જોકે બાદમાં ઘટના અંગે માહિતી મળતા પોલીસટિમ ઘટના સ્થળે પહોંચી અને જગુભાઈ ને સરદાર હોસ્પિટલ લઇ ગયા જે બાદ વધુ સારવાર માટે સૂરત લઇ જતા તેમનું અવશાન થયું.

આ ઘટના ને લઈને જ્યારે 108 ના અધિકારી ને પુછતાછ કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે 108 એમ્બ્યુલેન્સ માં દર્દીને તાત્કાલિક સારવાર અર્થે જ ખસેડવાનો હોય છે પરંતુ બારડોલીની ખાનગી હોસ્પિટલોમાં જ્યા સુધી કેસ કાઢીને પૈસા ન ભરાય ત્યા સુધી એમ્બ્યુલન્સ છૂટી થતી નથી. જેથી સબંધી સાથે હોય અને દર્દી પાસે હોસ્પીટલમાં ભરવાના પૈસા હોય તો ઝડપી એમ્બ્યુલન્સ ફ્રી થઈ શકે, માટે કર્મચારીએ કદાચ પૈસા બાબતે વાત કરી હશે અને સરકારી હોસ્પિટલમાં દર્દીને તાત્કાલિક સારવાર મળતી નથી. દર્દીઓને લાંબો સમય વેઇટિંગમાં જ રહેવું પડે છે અને સીધા સુરત રિફર જ કરવામાં આવતા હોવાથી ખાનગી હોસ્પીટલમાં દર્દી લઈ જવાનો આગ્રહ રાખીએ છે. જેથી તાત્કાલિક સારવાર મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *