સુરત- લગ્ન ના 27-દિવસ બાદ મહિલા એ તાપી નદી માં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું ! નોકરી પર જવાનું કહી ને ગઈ પરંતુ,
રોજબરોજ હત્યા અને આત્મહત્યા ના કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક પૈસાની લેતી દેતી માં, તો ક્યારેક પ્રેમ પ્રકરણમાં હત્યા અથવા તો આત્મહત્યા લોકો કરી બેસતા હોય છે. પરંતુ ક્યારેક આત્મહત્યાના પગલાંમાં આત્મહત્યા કરનાર વ્યક્તિ સાથે જ આત્મહત્યાનું કારણ અકબંધ રહી જતું હોય છે. એવી જ એક ઘટના સૂરત શહેરથી સામે આવી છે. જેમાં 25 વર્ષની પરણીત મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવીને મોતને વહાલું કરી લીધું છે.
વધુ વિગતે વાત કરીએ તો સુરત શહેરના પાલનપુર પાટીયા પાસે આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષની હેમાંગી ડેરિકભાઈ પટેલ કે જે મહિલા ફિઝિયોથેરાપિસ્ટ હતી. તેને તાપી નદીમાં મંગળવારે મોતની છલાંગ લગાવી હતી. જાણવા મળ્યું કે મૃતક મહિલા હેમાંગી ના લગ્ન 27 દિવસ પહેલા ઓનલાઇન બિઝનેસ કરતા વ્યક્તિ ડેરિકભાઈ સાથે થયા હતા.
પરંતુ 27 દિવસ લગ્નના વીત્યા બાદ એવું શું થયું કે મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવવી પડી હતી. જાણવા મળ્યું કે મંગળવારે સવારે ઘરેથી નીકળેલી હેમાંગી નોકરી ઉપર જવાનું કહીને ઘરે પાછી ફરી ન હતી. આ બાદ પરિવારજનોએ શોધખોળ કરી હતી. જે બાદ હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી હેમાંગીની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ સિંગણપોર પોલીસને કરતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રાથમિક તપાસમાં આપઘાતનું પગલું ભર્યા નું પોલીસે જાણ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્નના માત્ર 27 દિવસ બાદ મહિલાએ આપઘાતનું પગલું ભરતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ ચૂકી હતી. તો પોલીસે જણાવ્યું કે આ બાબતની કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!