Gujarat

સુરતમાં એક જ પરિવારના સાત સાત લોકોના આત્મહત્યા મામલે સુસાઇડ નોટ મળતા થયો મોટો ઘટસ્ફોટ ! સુસાઇડ નોટમાં લખ્યું “પરોપકાર..

Spread the love

મિત્રો તમે સમાચાર વાંચતા હશો તો તમને ખબર હશે કે ગઈકાલના રોજ સુરત શહેરમાંથી સૌ કોઈને ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો હતો, કારણ કે શહેરમાંથી એક જ પરિવારના 7 લોકોની આત્મહત્યાના સમાચાર સામે આવતા આખા રાજ્યમાં સૌ કોઈ શોકમાં જ મુકાયું હતું. દરેકના મનમાં ફક્ત એક જ સવાલ હતો કે એવું તો શું થયું હશે કે એક જ પરિવારના આટલા આટલા લોકોને પોતાના જીવન ટૂંકાવાનો નિર્ણય લેવો પડ્યો,એવામાં આ ઘટનાને લઈને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાએ આખા શહેરની અંદર ખલબલી મચાવી દીધી હતી, પોલીસે આ ઘટનાને લઈને તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં મૃતકે આત્મહત્યા કરતા પેહલા પોતાના અંતિમ શબ્દો વર્ણાવ્યા હતા.આ ઘટના વિશે હાલ પોસ્ટમોર્ટમમાં પણ ખુબ મોટો ઘટસ્ફોટ થયો છે કે માતા તથા દીકરીને ગળું દબાવી મૃત્યુ આપવામાં આવ્યું હતું જયારે બાકીના સભ્યોનું ઝેરને લીધે જ મૃત્યુ થઇ ગયું હતું, બધા જ સભ્યોનું મૃત્યુ થયા બાદ આ યુવકે પોતે પણ ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવી લીધું હતું.

હાલ આ ઘટનાને લઈને સુસાઇડ નોટ સામે આવી છે જેમાં યુવકે કોના માટે થઈને આવું પગલું ભરી રહ્યો છે તે અંગેના કોઈ ચોક્કસ નામ તો જણાવ્યા નથી પરંતુ નોટમાં એવું જણાવ્યું છે કે આવું કરવાપાછળ પાછળ તેવા ચોક્કસ કારણ જવાબદાર હોઈ શકે છે. સુસાઇડ નોટમાં મૃતકે જણાવ્યું હતું કે “હું મારા દિવસો કેમ પસાર કરતો હતો મારું મન જાણે છે. મારા બાળકો અને મારા મમ્મી પપ્પા કેવું જીવન જીવશે અને તેનો મારા વગર શકે તેમ નથી તે ચિંતા કોરી ખાય છે. આ પગલું ભરવા પાછળ કોઈ અંગત વ્યક્તિ કે કારણો જવાબદાર હોઈ શકે પણ તેના નામ લેવા માંગતો નથી,જીવતા હેરાન નથી કર્યા તો મર્યા પછી કોઈને હેરાન કરવા માંગતો નથી.”

સુસાઇડ નોટમાં એમ પણ જણાવ્યું હતું કે “પરોપકાર ભલમનસાઈ અને દયાળુ સ્વભાવ મને હેરાન કરી ગયો,રૂપીયા લીધા પછી કોઈ પાછા આપતું નથી, અમારી મોતના કારણ જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી,એને કુદરત જરૂરથી પરચો આપશે, તે કદી સુખી નહીં રહે.” આવું સુસાઇડ નોટમાં લખતા તે વાત તો સ્પષ્ટ થઇ છે કે આ મામલો પૈસાની લેવડ-દેવડ હોવાનું લાગી રહ્યું છે પરંતુ આ ઘટના અંગે અમે હાલ પૂરતી કોઈ હકીકતની પુષ્ટિ કરતા કહીના શકીએ કારણ કે હાલ તપાસ શરૂ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *