સુરત : જે પતીએ જીવનભર રક્ષા કરવાની કસમ ખાધી હતી તે જ પતીએ પત્નીની હત્યા કરી, પોતે પણ આત્મહત્યા.. કારણ છે ચોકાવનારું
મિત્રો હાલના સમયમાં જો તો ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ ચોકી જ જતા હોઈએ છીએ, હત્યા આત્મહત્યા તથા બીજા આવા અનેક એવા બનાવો આપણી સામે આવતા જ રહે છે જેના વિશે જાણીને આપણા પણ હોશ ઉડી જતા હોય છે,એવામાં સુરત શહેરમાંથી એક ખુબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે જેમાં એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરીને પોતે પણ ગળાફાંસો ખાય લીધો હતો,
જે વ્યક્તિ સાથે જન્મો જન્મ સુધી સાથે રેહવાની કસમો ખાધી હતી તે જ વ્યક્તિએ આવું મૌત આપ્યું અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લેતા આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે.તમને જણાવી દઈએ કે સુરત શહેરના ડિંડોલી વિસ્તારની અંદરથી આ ઘટના સામે આવી હતી જ્યા એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરીને પોતે પણ ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવી લીધું હતું,પુરી ઘટનાને લઈને પોલીસ બેડો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જયારે આસપાસના વિસ્તારોમાં પણ ભારે ચકચાર મચી જવા પામ્યો હતો.
ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે શહેરના કૈલાશનગરની અંદર મકાન નંબર 22 ની અંદર રાજુભાઈ રામચંદ્ર આધારકર સોની(ઉ.વ.45) તેમની પત્ની શૈલાબેન (ઉ.વ.42) સાથે ભાડાના મકાનમાં રહેતા હતા, રાજુભાઈ સોનીને ત્યાં નોકરી કરતા હતા જયારે તેમના પત્ની શૈલાબેન ખાનગી શાળાની અંદર શિક્ષક હતા, એવામાં રાજુભાઈ છેલ્લા એક માસથી બેરોજકાર હતા જેના લીધે દંપતી વચ્ચે અવારનવાર અનેક ઝગડાઓ થતા હોવાની વાત પાડોશીએ જણાવી હતી.
એવામાં શૈલાબેન શાળાએ ન પોંહચતા તેમના બહેને તેમના ઘરે આવ્યા હતા જ્યા અવાજ કર્યો તેમ છતાં કોઈ બહાર આવ્યું ન હતું જે બાદ સ્થાનિકો ત્યાં પોહચ્યાં હતા અને દરવાજો તોડીને અંદર ગયા હતા, અંદર ગયા તો નજરે પડ્યું કે શૈલાબેનની લાશ લોહીથી લથબથ રીતે મળી આવી હતી જયારે રાજુભાઈ ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી અને ચારેય તરફ ભારે ચકચાર મચ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે રાજુભાઈએ પેહલા પોતાની પત્નીને છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી અને બાદમાં પોતે પણ ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવી લઈને પોતાના દાંપત્ય જીવનનો અંત આણ્યો હતો.