સુરતના ડાયમંડ ગોવિંદભાઈ ધોળકિયાના પૌત્રને રસ્તાઓ પર લીંબુપાણી વેચવું પડ્યું, કારણ જાણીને તમે પણ વખાણ કરશો…જુઓ વિડિયો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, શ્રીમંત પરિવારમાં સંતોનોને કોઈપણ જાતના સંઘર્ષ વિના સફળતાના શિખરે ચડાવી દેવામાં આવે છે, પરંતુ આજે અમે વાત કરીશું એક એવા વ્યકિતની જે પોતાના પરિવારના સભ્યોને કરોડોના બિઝનેસમાં સામેલ કરતા પહેલા જ પોતાના પરિવારથી દૂર કરીને બહારની દુનિયા અને લોકોને ઓળખવા મોકલી દે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક યુવાનનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, આ યુવાન શ્રીમંત પરિવારનો છે છતાં પણ રસ્તાઓ પર લીંબુ પાણી વેચી રહ્યો છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ યુવાન સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાનો પૌત્ર ધ્રુવ ધોળકિયા છે. ખરેખર આ સાંભળતાની સાથે તમારા પગ તળે પણ જમીન સરકી જાય કે, અબજોપતિ હોવા છતાં પણ ધ્રુવ શા માટે રસ્તા પર લીંબુ પાણી વેચી રહ્યો છે? તમને જણાવી દઈએ કે, માત્ર ધ્રુવ નહી પરંતુ તેના કાકા અને મોટાભાઈ પણ પરિવારથી દૂર રહી બીજા શહેરોમાં કામ કર્યું છે. ખરેખર ગોવિંદભાઈ ની વિચાર ધારા લોકો માટે પ્રેરણા રૂપ સમાન છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, ધ્રુવ જણાવ્યું કે, દાદાએ સૌથી પહેલા મારા કાકા અને મારા મોટા બાપુજીના છોકરાને પણ બહાર મોકલેલ અને હવે મને. તેનું કારણ એ છે કે, તમે આપણો બિઝનેસ સંભાળો એ પહેલા તમારી લાયકાત તો હોવી જોઈએ અને તમને અનુભવ હોવો જોઈએ કે તમારે ત્યાં કે એમ્પલોય કામ કરે છે તેનું ઘર કઈ રીતે ચાલે છે? ખરેખર ગોવિંદભાઈ ના આ વિચારો પાછળ તેનો સંઘર્ષ રહેલો છે, સફળતા તેમને સોનાનો થાડીમાં પીરસાયેલી નથી મળી પરંતુ શૂન્યમાંથી સર્જન કરીને આપમેળે સોનાની થાડી ખરીદીને પોતે જાતે સફળતાને પીરસી છે.
View this post on Instagram
આજે તેઓ પોતાના સંતાનો બહાર એટલા માટે મોકલે છે કે, તે દુનિયાને જાણે અને લોકોને ઓળખે તેમજ લોકો કેવી રીતે પોતાનું જીવન જીવે છે તે સમજે કારણ કે જ્યારે વ્યક્તિ સંઘર્ષ કરે છે, ત્યારે જ તેને સફળતાની કિંમત સમજાય છે. ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાનું જીવન તો ઉજ્જળ બનાવ્યું છે પરંતુ તેઓ પોતાના પરિવારના દરેક સભ્યોને પણ પૈસાની કિંમત સમજાવી રહ્યા છે તેમજ એ વાત શીખવે છે કે ધનવાન બનતા પહેલા માણસે માનવતા શીખવી જરૂરી છે.