India

શિક્ષકની વિદાયે સમયે વિદ્યાર્થીઓ એટલા ભાવુક થયા કે રડી પડ્યા ! જુવો વિડીઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ જ્યારે પણ કોઇ બાળકનો જન્મ થાય છે ત્યારે બાલ્ય અવસ્થામાં તેને કોઈપણ પ્રકારની બાબત નું જ્ઞાન હોતું નથી બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તેને અલગ અલગ વસ્તુઓ અને બાબતો અંગે શીખવવામાં આવે છે અને તેને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે આવું કાર્ય બાળકના માતા-પિતા અને તે બાદ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. મિત્રો આ સમગ્ર પૃથ્વી માં માતા-પિતા પછી શિક્ષક એવી વ્યક્તિ છે કેજે એવું ઈચ્છે છે કે પોતાનો વિદ્યાર્થી પોતાના કરતાં પણ આગળ વધે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં ગુરુનું સ્થાન કેટલું મહત્વનું છે ગુરુ દ્વારા જ આપણે ને જીવનની સાચી શિક્ષા મળે છે. ગુરુ એક જ એવી વ્યક્તિ છે કે જે પોતાના વિધાર્થીઓ માં કોઈ પણ પ્રકારનો ભેદ ભાવ કરતો નથી.

મિત્રો ગુરુ દ્વારા સતત એવા જ પ્રયાસો કરવામાં આવે છે કે પોતાના દરેક વિદ્યાર્થીઓ વધુને વધુ સફળ થાય છે અને જીવનમાં સારા સ્થળો સુધી પહોંચી શકે આ માટે તેઓ કોઈ પણ વિદ્યાર્થીઓ માં ભેદભાવ કરતા નથી ગુરુ હોશિયાર વિદ્યાર્થીને જ એકલું જ્ઞાન આપ્યા રાખતા નથી પરંતુ તેઓ પોતાના નબળા વિદ્યાર્થીઓ પ્રત્યે પણ ઘણું જ ધ્યાન આપે છે. તેની નબળાઈઓ શોધે છે અને તેને દૂર કરવાનો પણ પ્રયત્ન કરે છે માટે ગુજરાતીમાં શિક્ષકને માસ્તર તરીકે ઓળખવામાં આવે છે માસ્તર એટલે કે મા ના સ્તર દરજ્જાની વ્યક્તિ કે જે બાળકોને હંમેશા સાચી દિશા બતાવે છે.

શિક્ષક અને વિદ્યાર્થીઓ નો સંબંધ ઘણો જ ખાસ હોય છે હલા આવો જ્ શિક્ષક અને વિદ્યાર્થીઓ નો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે કે જેને લોકો વારંવાર શેર કરી રહ્યા છે આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક શિક્ષક જ્યારે રિટાયરમેન્ટના દિવસે સ્કૂલમાંથી વિદાય લે છે ત્યારે કઈ રીતે વિદ્યાર્થીઓ અને તેમના સાથીઓ આ શિક્ષક ની વિદાય આપે છે તે જોઈને તમે પણ ભાવુક થઇ જશે.

મિત્રો જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો અત્યાર સુધીમાં આ વિડીયો અનેક વાર શેર થઈ ચૂક્યો છે. અને દેશમાં મોટા મોટા અધિકારીઓ પણ આ વિડીયો શેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ એક સરકારી શાળા નો વિડીયો છે. કે જ્યાં એક શિક્ષક નો રીટાયર્ડ મેન્ટ નો દિવસ છે.

વિડીયો માં જોઈ શકાય છે કે જ્યારે આ શિક્ષક વિદાઈ લઇ રહ્યા હોઈ છે ત્યારે તેમના જવાથી બાળકોથી લઈને અન્ય શિક્ષકો દરેક વ્યક્તિ ઘણા જ ભાવુક થઇ જાય છે. વિડીયો માં બાળકોના રડવાનો અવાજ પણ સંભળાય છે. ઘણા બાળકો આ શિક્ષકને ભેટી પણ પડે છે અને જોર જોરથી રડવા લાગે છે.

વિડીયો જોયા પછી લોકો અનેક પ્રકારની પ્રતિકિરઓ આપે છે જે પૈકી એક યુઝર્સે લખ્યું કે વાસ્તવિક શિક્ષકો આવા હોય છે, જ્યારે કેટલાકે લખ્યું કે આજકાલ આવા શિક્ષકો ક્યાં મળે છે. તમે પણ આ ભાવુક કરી દે તેવો વિડીયો જુઓ.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *