ભયકંર અકસ્માત ! કુલ્લુ માં 200-મીટર ઊંડી ખાઈ માં બસ પડી જતા વિદ્યાર્થી સહિત 16-લોકો ના મૃત્યુ અને…
રોજબરોજ અકસ્માત ના કિસ્સાઓ માં વધારો થતો જાય છે. એવામાં આજે ફરી એક ભયકંર ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશ રાજ્ય ના કુલ્લુ જિલ્લા ની સેજ ઘાટી માં એક ભયકંર રીતે બસ નું એક્સીડંટ થયું છે. શેશેર થી સેન્જ તરફ આવી રહેલી એક બસ જંગલા ગામ ના રસ્તા પર થી એક ઊંડી ખાઈ માં પડી ગઈ હતી. આ ઘટના આજે લગભગ સાડા આઠ વાગે બની હતી.
આ ઘટના માં સ્કૂલ ના વિદ્યાર્થી સહિત અત્યાર સુધીમાં 16-લાશ બહાર કાઢવામાં આવી છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, આ બસ માં સ્કૂલ ના વિદ્યાર્થી ઉપરાંત અન્ય પેસેન્જરો પણ મુસાફરી માં સામેલ હતા. આ બસ માં લગભગ 40-લોકો સવાર હતા. બસ હજુ જંગલા ગામ ની નજીક પહોંચી જ હતી. ત્યાં અચાનક બસ કાબુ બહાર થતા 200-મીટર ઊંડી ખાઈ માં પડી હતી.
ઉપાયુક્ત આશુતોષ ગર્ગે જણાવ્યું કે, રાહત ની કામગીરી શરુ છે. આ ઘટના એટલી બધી ભયન્કર હતી કે, લોકો બસ માં જ ફસાય ગયા હતા. લોકો ને બહાર કાઢવી એ એક મુશ્કિલ કામ હતું. આ ઘટના ની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ લેતા ટ્વીટ કરીને આ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે નરેન્દ્ર મોદી એ આ ઘટના માં મૃત્યુ પામનાર ને PMNRF તરફથી 2-2 લાખ અને ઘાયલ લોકો ને 50-હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
The Prime Minister has approved an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who have lost their lives due to the tragic bus accident in Himachal Pradesh. The injured would be given Rs. 50,000 each.
— PMO India (@PMOIndia) July 4, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!