એક સમયે નેતાઓ ની શાન ગણાતી એમ્બેસેડર કારનું 60 વર્ષ જૂનું બિલ થયું વાઇરલ કિંમત જાણી આંખો પહોળી થઇ જશે…જુઓ તમે પણ
આજે અનેક મોર્ડન કાર માર્કેટમાં ઉપલબ્ધ છે પરંતુ એક સમયે રાજનેતાઓ માટે એક જ કાર સૌથી લોકપ્રિય હતી અને આ કાર રાજનેતાઓ માટે ઓળખ બની ગઈ હતી. આ કાર ભારતમાં રાજકારણીઓથી લઈને અધિકારીઓ સુધી એટલી લોકપ્રિય બની હતી કે તે સામાન્ય લોકોમાં ‘લાલ બત્તી કાર’ તરીકે ઓળખાવા લાગી. એટલું જ નહીં, ભારતમાં બનેલા તમામ એમ્બેસેડર્સમાંથી લગભગ 16 ટકા એમ્બેસેડર્સ સરકાર પોતે જ ખરીદતી હતી.
સૌથી ખાસ વાત એ છે કે, હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર કારે 58 વર્ષ સુધી ભારતની કારબજાર પર રાજ કર્યું. કંપની દ્વારા સૌ પ્રથમવાર વર્ષ1957માં લોન્ચ કરવામાં આવી હતી તેમજ આ કાર વર્ષ 2014માં બંધ થઇ ગઈ. આ કાર દેશમાં તો સૌથી લોકપ્રિય હતી. તેવાં,આ હાલ આ કારની 60 વર્ષ જૂનું એક બિલ સોશિયલ મીડિયા રૂપે ખુબજ વાઇરલ થઇ રહ્યું છે.
હિન્દુસ્તાન મોટર્સેનો ભારતમાં પ્રથમ કાર પ્લાન્ટ હતો, જ્યારે તે એશિયામાં બીજી કાર ઉત્પાદન ફેક્ટરી હતી. અગાઉ જાપાનમાં સમગ્ર એશિયામાં કાર બનાવવાની એક માત્ર ફેક્ટરી હતી, જે ટોયોટા કંપનીએ ખોલી હતી. જ્યારે કંપનીએ આ કારને 1957માં લોન્ચ કરી હતી ત્યારે તેની કિંમત માત્ર 14,000 રૂપિયા હતી. તો વળી વાઇરલ બિલમાં વર્ષ 1964માં તેનો ભાવ 16,495 જોવા મળી રહ્યો છે આમ જો કે તે સમયે આ રકમ પણ ઘણી મોટી હતી. મોંઘવારીની ગણતરી કરીએ તો આજે આટલા રૂપિયાની કિંમત લગભગ 12 લાખ રૂપિયા છે.
એમ્બેસેડર કારને ભારતની પ્રથમ કાર હોવાનું ગૌરવ છે. બિરલા ગ્રૂપના બીએમ બિરલાએ 1942માં હિન્દુસ્તાન મોટર્સની સ્થાપના કરી અને પછી 1948માં કંપનીના પ્લાન્ટને બંગાળના ઉત્તરપારા ખાતે ખસેડ્યો. આ પ્લાન્ટે 1957માં પ્રથમ એમ્બેસેડર કારનું ઉત્પાદન કર્યું હતું, જેણે 58 વર્ષ સુધી ભારતીય રસ્તાઓ પર રાજ કર્યું હતું વર્ષ 2014માં આ કારની કિંમત 5.22 લાખ રૂપિયા હતી. ખરેખર આ કારએ રાજનેતાઓની આન બાન અને શાન વધારેલ.