ભારતીય સેના ફરી દેશ વાસીઓ માટે બની દેવ દૂત અને ઘણા લોકો ના જીવ બચાવ્યાં….જોવો વીડિયો
મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી ભારતીય સેનાઓ ઘણી જ બહાદુર છે તેઓએ એવા અનેક કાર્ય કર્યા છે જેને કારણે આપણું માથું ગર્વથી ઊચુ થઈ જાઈ. ભારતીય સેનામાં બહાદુરી ની સાથો સાથ લોકો ની સેવા માટે પણ ઘણી તત્પર રહે છે.
આતંકવાદ થી લઇ ને કુદરતી આપ્દા શુધી દરેક વેળાએ કે જ્યારે દેશ અને દેશ વાસીઓ સંકટ માં આવ્યા છે ત્યારે દરેક વખતે ભારતીય સેના લોકો ને મદદ કરવા દેવ દૂત સમાન પહોંચી ગઈ છે.
સૌ જાણીએ છીએ કે દેશ માં આજ વખતે વરસાદ મન મૂકીને વરસ્યો છે તેવામાં ઘણા વિસ્તાર માં વધુ વરસાદ ના કારણે પૂર ની સ્થિતિ પણ જોવા મળી હતી. ઉત્તરાખંડ નો આવો જ એક વિડીયો હાલ સોસિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે જેને લોકો ઘણો પસંદ પણ કરે છે
આ વિડીયો આપણી સેના ના સાહસ અને શૌર્ય ને ઉજાગર કરે છે. હાલ ઉત્તરાખંડમાં ભારે વરસાદ ને કારણે પૂર જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે, ત્યારે ઉત્તરાખંડથી પૂરનો એક ભયાનક વીડિયો સામે આવી રહ્યો છે. કેજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો માં જોઈ શકાઇ છેકે કેટલાક સેનાના જવાનો સાંકળ બનાવીને અને એક પછી એક લોકોને આવા પૂર ગ્રસ્ત વિસ્તાર માંથી નીકળવા માટે મદદ કરી રહ્યા છે. આ વિડીયોમાં આપણી સેના ના સૈનિકોની એકતાની શક્તિને સ્પષ્ટપણે જોઈ શકાઇ છે.
We should be always proud to Indian Army.#uttarakhandrains pic.twitter.com/QM1JHS8zZa
— 𝕸ä𝕹ä (@Depshree) October 19, 2021
ત્યાર બાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા પર પૂરનું પાણી ખૂબ જ ઝડપથી વહેતું જોવા મળી રહ્યું છે, આટલા મજબૂત પ્રવાહમાં પણ, ભારતીય સેનાના સૈનિકો અડગ રીતે ઉભા છે અને સ્થાનિક નાગરિકોને ત્યાંથી એક પછી એક બહાર કાઢવા માટે મદદ કરી રહ્યા છે.
ધસમસતા પ્રવાહ વચ્ચે લોકોને બચાવવામાં આવતા હતા તે સમયે એક વ્યક્તિનો પગ લપસી ગયો, પરંતુ સેનાના જવાને તરત જ તેને પકડી લીધો અને તેને સલામત સ્થળે પહોંચાડી દીધો. વાયરલ વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે અને સેનાના જવાનોની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ભારતીય સેનાના સૈનિકો પ્રતિકૂળ સંજોગોમાં પણ લોકોની મદદ કરવા માટે તૈયાર છે અને તેમના કારણે લોકો પોતાને સુરક્ષિત અનુભવે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.