India

ભાઈ બહેન નો જન્મો જનમનો સાથ રહી ગયો!! ભાઈના મૌતનો સદમો બહેન સહન ન કરી શકી તો કર્યું આવું.. પુરી ઘટના જાણી તમે પણ રડી પડશો

Spread the love

હાલમાં દેશમાં ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાએ મેઘ મહેરના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે તો ઘણી જગ્યાએ મકાનો ધારાશાહી થયાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાન ના બિકાનેર માં પણ ઘણા વિસ્તારોમાં વધારે વરસાદ થવાથી ઘણી જગ્યાઓ જલમગ્ન હોવાનું જોવા મળી  આવી છે. અને ઘણા મકાનો ધારાશાહી થઈ ગ્યાં, ઝાડ પણ પડી ગ્યાં છે. અને નદીઓ નાળામાં ફેરવાઇ ગઈ છે.

આમ મુશળધાર વરસાદ ના કારણે ઘણી માનહાનિ પણ થઈ છે. પરંતુ આ વચ્ચે જ એક દુખના સમાચાર પણ રાજસ્થાન થી સામે આવ્યા છે જ્યાં ભારે વરસાદ ના કારણે પાણી ભરાઈ જતા નદી છે કે નાળુ તેની ખબર ના રહેતા એક યુવાન નું દુખદ અવસાન થયું છે. વાસ્તવમાં રાજસ્થાન ના બજજુ ગામના નિવાસી 19 વર્ષના સંદીપ નું નાળામાં ગરકાવ થવાના કારણે અવસાન થયું છે સંદીપ વરસાદી નાળુ જોવા માટે ઘરે થી બહાર નીકળ્યો હતો.

તે જે જગ્યાએ ઊભો હતો તે વરસાદી નાળુ વધારે વરસાદ પડવાથી જમીન વધારે પોચી થઈ ગઈ હતી ને આથી વધારે વહેણ ના કારણે તેના  પગ નીચેની જમીન સરકી ગઈ અને તે પણ વહેતા વરસાદી નાળામાં વહી ગયો. આ વહેણ એટલું બધુ વધારે હતું કે ગામના લોકો પણ તેને બચાવી શક્યા નહીં, લગભગ 1 કિલોમીટર દૂર જઈને સંદીપ મળ્યો અને જ્યારે તે મળ્યો ત્યાં સુધીમાં તેનું અવસાન થઈ ગયું હતું. જેવા આ સમાચાર ગામવાળાને અને ઘરના લોકોને થયા કે આખા ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. અને ચારેબાજુ માતમ નું વાતાવરણ ઊભું થયું હતું.

ભાઈ ના અવસાન ના સમાચાર સાંભળીને મોટી બહેન રેખા જે 20 વર્ષની હતી તે પણ આ ખબર ને સહન કરી શકી નહીં અને તે ઘરથી થોડી દૂર આવેલ ખેતરમાં ના પાણી ભરેલ હોજ માં જઈને કૂદી ગઈ હતી. અને આમ તેનું પણ અવસાન થયું હતું. એક જ સમયમાં આમ ઘરના જુવાન બે બાળકો નું અવસાન થવાથી પરિવારમાં આક્રંદ જોવા મળી આવ્યું હતું. અને મુસીબત નું પહાડ જાણે તૂટી પડ્યું હોય એમ લાગી રહ્યું હતું. આ ઘટના બાદ થી સમગ્ર ગામમાં માતમ નો  માહોલ જોવા મળ્યો હતો,  ત્યાં જ પરિવારના બે બાળકોના અવસાન થવાથી પરિવારના લોકો બહુ જ દુખી છે. સામે આવી રહ્યું છે કે સંદીપ અને રેખા ની મોત ત્યાં બાદ તેમની નાની એક બહેન જ બચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *