ધ્રુજાવનારી ઘટના ! ભાઈ એ જ કરી નાખી બહેન ની કરુણ હત્યા કારણ સામે આવતા સરકી ગઈ પગ નીચે ની જમીન, જાણો.
રોજબરોજ હત્યા ના અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. એવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં એક ભાઈએ તેની બહેનની હત્યા કરી નાખી હતી. આ ઘટના લખનઉના સાયપુરમાંથી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું કે 24 ડિસેમ્બરની રાત્રે પોલીસ કંટ્રોલને એક ફોન આવ્યો હતો. જેમાં કોઈ વ્યક્તિએ કહ્યું કે એક ભાઈએ તેની બહેન ની હત્યા કરીને બહેનના મૃતદેહને ઘરમાં દાટી દીધો છે.
ફોનને આધારે પોલીસ તપાસ કરવામાં આવી તો 24 ડિસેમ્બરની રાત્રે બહેન શિવાનીનું ગળું દબાવેલી હાલતમાં હત્યા કરીને તેને ઘરના રસોડામાં દાટી દેવામાં આવેલી લાશ મળી આવી હતી. જેમાં જાણવા મળ્યું કે શિવાનીના ભાઈ હિમાંશુ ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સમક્ષ હિમાંશુ એ વિગતે વાત કરી અને કહ્યું કે તેની બહેન અને તેની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. ઘરમાંથી બહાર જવાની બાબતે અનેકવાર ઝગડો થતો હતો.
હિમાંશુ ને નશા ની ટેવ હોય તેની બહેન નશો કરવાની ના પાડી તેમ છતાં પણ તે અવારનવાર નશો કરીને આવતો હોય અને બંને વચ્ચે ઝઘડો થતો હતો. ત્યારે જે દિવસે હત્યા કરવામાં આવી તે દિવસે પણ હિમાંશુ નશાની હાલતમાં હતો અને તે દિવસે પણ તેને બહેનની સાથે ઝઘડો થતાં તેની બહેનને પહેલા ગળું દબાવીને મારી નાખી હતી અને ત્યારબાદ રસોડામાં જઈને ખાડો ખોદીને ત્યાં દાટી દીધી હતી.
જાણવા મળ્યું કે હિમાંશુ તેની બહેન શિવાની સાથે રહેતો હતો. હિમાંશુ ની સોતેલીમાં તેના ત્રણ દીકરાઓ સાથે અલગ રહેતી હતી અને હિમાંશુ અને શિવાની ના પિતા નું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જે વ્યક્તિએ પોલીસને જાણકારી આપી તે શિવાની નો દોસ્ત હોવાનું બહાર આવ્યું હતું. આમ આખી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. હિમાંશુ ના પિતાએ બે લગ્ન કર્યા હતા. હિમાંશુ પોતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને પીકઅપ વાન પણ ચલાવતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!