વિડીયો બનાવવાનું એવું ભૂત સવાર કે વરઘોડા માં ચાલુ કારે સ્ટિયરિંગ છોડી દરવાજા પર ઉભો રહ્યો કાર ચાલક, જુઓ ખાસ તસવીરો.
આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયા ને લઈને કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. સોશિયલ મીડિયા ઉપર વિડિયો અને રિલ્સ બનાવવાના ચક્કરમાં પોતાના જીવન સાથે અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મૂકી દે છે અને લગ્ન ગાળો હોય લોકો એવા એવા સ્ટંટ કરતા હોય છે કે ત્યારબાદ તેની સામે પોલીસ દ્વારા અનેક કાર્યવાહીઓ પણ કરવામાં આવતી હોય છે. છતાં પણ હજુ સુધી યુવાનોની આંખો ઉઘડતી નથી.
હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. આ ઘટના જુનાગઢ શહેરમાંથી સામે આવી છે. જાણવા મળ્યું કે જુનાગઢ શહેરના જમાલવાળી રોડ ઉપર થી એક જાન પસાર થઈ હતી. જેમાં એક લક્ઝરીયસ મોંઘી ગાડીમાં વરરાજો જાન લઈને નીકળ્યો હતો. જેમાં વરરાજા ની ગાડી નો કારચાલક પોતે કારનો દરવાજો ખોલીને સ્ટીયરીંગ પરથી હાથ લઈને શરૂ ગાડીએ દરવાજા પાસે ઊભો રહીને વિડીયો ઉતારતો હતો.
અને પોતાની સાથે અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મૂકી દીધા હતા. ડ્રાઇવરની સીટ ઉપર બેસેલો વ્યક્તિ કોઈપણ જાતની પરવાહ કર્યા વગર ચાલુ ગાડીએ દરવાજો ખોલીને સ્ટંટ કરતો નજરે ચડ્યો હતો. જેના બાદ પોલીસને આ જાણ થતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.
જો આમાં થોડી પણ ભૂલ થાય તો અનેક લોકોને જીવને જોખમ આવી બેસે તેવું હતું. પરંતુ આ વ્યક્તિને કોઈ પણ જાતની પરવા જોવા મળતી ન હતી. આમ આનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આજકાલના યુવાનોને સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાનું આ અનોખું ભૂત ચડી જતું હોય છે અને જીવનને જોખમ માં મુકતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!