8-વર્ષીય માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર આરોપી ના ઘરે થી સેવ નું પડીકું મળતા ગુનો ઉકેલાયો…
ગીર સોમનાથ જિલ્લા ના જંત્રાખડી ગામે થી થોડા સમય પહેલા એક 8 વર્ષીય માસુમ બાળકી પર તે જ ગામ ના એક નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. અને ત્યારબાદ બાળકી નું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના ના આખા ગામમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ બાબતે પિતા એ એક ઇન્ટરવ્યૂ માં કહ્યું કે, જયારે પણ પુત્રી નું મોઢું યાદ કરું છું. ત્યારે છાતીમાં દુખાવો થવા લાગે છે. એટલું બધું તેની દીકરી ના મૃત્યુ નું દુઃખ થાય છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે, ગીર સોમનાથ ના જંત્રાખડી ગામે રહેતા એક પરિવાર ની દીકરી 8 વર્ષ ની માસુમ જેની 13 જૂને નિશાળ શરુ થવાની હતી. ત્યારે બાળકી પોતાના ઘર ની બહાર રમી રહી હતી. આ સમયે તેની પાડોશ માં રહેતા દિવાળીબહેને બાળકી ને તેનાં માટે શેવ લેવા દુકાને મોકલી હતી. બાળકી શેવ લેવા જતી હતી. ત્યારે વચ્ચે શામજી સોલંકી નામના વ્યક્તિ એ બાળકી ને કહ્યું ક્યાં જાય છે.
બાળકી એ કહ્યું કે શેવ લેવા જાવ છું. એટલે શામજી સોલંકી એ બાળકી ને કહ્યું કે, મારી માટે બીડી-બાક્સ લેતા આવજે. એટલે એ બીડી-બાક્સ લઈને આરોપી શામજી ના ઘરે દેવા ગઈ. એવામાં શામજી ની 8 વર્ષીય બાળકી પર દાનત બગડી અને તેણે 8 વર્ષીય બાળકી સાથે બળાત્કાર કર્યો. ત્યારબાદ તેણે બાળકી નું ગળું દબાવી ને મૃત્યુ નિપજાવી દીધું. નરાધમે બાળકી ની લાશ ને કોથળામાં નાખી અને તેને ગામ ની નજીક આવેલા તળાવ ને કિનારે ફેકીયાંવીયો.
બાળકી ના ઘર વાળા ને જાણ થઇ કે બાળકી હજુ સુધી ઘરે આવી નથી. એવામાં શોધખોળ શરુ કરી. અને ન મળી આવ્યા બાદ પોલીસ ને જાણ કરી. પોલીસ અધિકારી પી.આઈ મકવાણા સાહેબે જણાવ્યું કે, તે લોકો ગામના લોકો ની તપાસ કરતા હતા તે સમયે આરોપી શામજી ભૂલ થી બોલી ગયો કે, તેણે બાળકી ને બીડી બાક્સ લેવા મોકલી હતી. તેના પર શક જતા તેની તપાસ કરતા તેના ઘરે થી શેવ નું પડીકું પણ મળી આવ્યું હતું. તેથી તેના પર વધુ શક ગયો. પુછપરછ માં આરોપી ભાંગી ગયો અને ગુનો કબૂલ કર્યો હતો.
આરોપી ના મોબાઈલ માંથી પણ અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા. આ બાબત ની જાણ લોકો ને થતા અજુબાજું ના ગામના લોકો એ પણ ભારે નિંદા કરી હતી. બાળકી ના મામા એ આ બાબતે આરોપી ને કડક સજાની માંગ કરી હતી. દીકરી ના પરિવાર પાસે કથાકાર મોરારી બાપુ પણ આવ્યા હતા. અને દીકરી ને શ્રદ્ધાંજલિ આપી હતી. તપાસ માટે અલગ સીટ ની રચના પણ કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!