વિશ્વામિત્રી નદી માં જેવી છલાંગ લગાવી ને મગરો તાણી ગયા. શેઠ પાસેથી 500-રૂપિયા ઉછીના લઈને…
ગુજરાત માં અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. આ જમાનામાં લોકો ક્યારેક ક્યારેક જીવન થી કંટાળી જતા હોય છે. અને કઈ ન સુજતા અંતે જીવન ટૂંકાવી લેતા હોય છે. એવામાં વડોદરા થી એક એવો કેસ સામે આવ્યો છે કે જાણી ને હચમચી જશો. વડોદરા માં રેહતા 20-વર્ષીય યુવાન રવિ મકરપુરા નામના યુવાને વિશ્વામિત્રી નદી માં છલાંગ લગાવી ને મૃત્યુ પામ્યો હતો.
દેવીપૂજક રવિ બસ ડેપો પાસે ની લસ્સી ની લારી પર કામ કરતો હતો. રવિ ના ભાભી એ વધુ માં જણાવ્યું હતું કે, રવિ તેસોમવારે તેના શેઠ પાસે થી 500-રૂપિયા ઉછીના લીધા હતા અને તે મુવી જોવા ગયો હતો. મુવી જોઈ ને તે ચાલતો ચાલતો ઘરે જતો હતો ત્યારે તેના ભાઈ તેને રસ્તા માં મળ્યા હતા. તેના ભાઈ એ રવિ ને પૂછ્યું ક્યાં જા છો? રવિ એ તેનો મોબાઈલ ફોન તેના ભાઈ ને આપ્યો અને તેણે કહ્યું હમણાં આવું છું એમ કહી ને ત્યારબાદ તેણે નદીમાં કૂદકો મારી દીધો.
આ ઘટના સોમવારે રાત્રે 9-વાગ્યા ની આજુબાજુ બની હતી. રવિ એ જામ્બુઆ બ્રિજ પર થી વિશ્વામિત્રી નદી માં છલાંગ લગાવી હતી. રવિ ના મૃત્યુ બાદ રવિ ના મૃતદેહ ને મગરો ખેંચી ગયા હતા. ફાયર બ્રિગેડ ને સોમવારે લાશ શોધવામાં સફળતા મળી ન હતી. ત્યારબાદ મંગળવારે સવારે રવિ ની લાશ બહાર કાઢવામાં આવી હતી. રવિ ના મૃત્યુ નું કારણ હજુ અકબંધ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!