કરોડપતિ પરિવાર ની દીકરી ઈલાજ ના અભાવે મૃત્યુ પામી, ભીખ માંગીને કર્યા અંતિમસંસ્કાર, કારણ માત્ર…
ડિંડોરી માંથી એક મનુષ્યજાત ને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક દીકરી ના મૃત્યુ સમયે પણ તેના પરિવારે તેને કોઈ મદદ ના કરી. પરિવારે દુઃખ ની ઘડી એ મોઢું ફેરવી લેતા આજુબાજુ રહેતા લોકો એ માત્ર 10 વર્ષ ની દીકરી પાસે તેની બહેન ના અંતિમ સંસ્કાર કરાવ્યા. ડિંડોરી જિલ્લા માં રહેતા એક કરોડપતિ પરિવારે થોડા સમય પહેલા જ તેના ઘર ની વહુ અને બાળકો ને ઘર માંથી બહાર કાઢી મુક્યા હતા.
કારણ જાણવા મળ્યું કે મિલકત બાબતે કરોડપતિ પરિવારે તેની વહુ અને તેના બાળકો ને ઘર માંથી તરછોડી મુક્યા હતા. ત્યાં સુધી તો ઠીક હતું. પરંતુ જયારે પરિવાર ની દીકરી પૂજા સોની જયારે હોસ્પિટલ માં જિંદગી અને મૃત્યુ વચ્ચે હતી ત્યારે પણ પરિવાર ના સભ્યો તેની સંભાળ લેવા ના આવ્યા. અને ત્યારબાદ પૂજા નું અવસાન થયું તો પરિવાર ના લોકો એ મોઢું જ ફેરવી લીધું હતું.
જાણવા મળ્યું કે, પ્રદીપ નામના યુવાન ના લગ્ન બાદ તેના ચાર બાળકો હતા. પ્રદીપ નું મૃત્યુ તો 10 વર્ષ પહેલા જ થઇ ચૂક્યું હતું. પિતા ના મૃત્યુ બાદ ગરીબી માં જીવી રહેલ બે બાળકો પહેલા જ મૃત્યુ પામ્યા હતા. માતા અલ્કા ગમે તેવી મજૂરી કરીને પણ પોતાની પુત્રીઓ નું ભરણપોષણ કરી રહી હતી. લગભગ એક વર્ષ પહેલા દીકરી પૂજા ના લગ્ન હતા પણ તેના પતિ એ પણ સંબંધો પૂજા સાથે તોડી નાખ્યા.
ઘણા સમય થી પૂજા બીમાર રહેતી હતી. માતા અલ્કા એ તેની સારવાર સરકારી હોસ્પિટલ માં શરુ કરી. પરંતુ પૂજા અંતે મૃત્યુ પામી. આ સમયે અલકા એ તેના પતિ ના ઘર વાળા સામે મદદ નો હાથ લાંબો કર્યો. પરંતુ કોઈ મદદે ના આવ્યું. અલ્કા એ જણાવ્યું કે તેના પતિ ના 11 ભાઈઓ છે. જે લોકો પાસે કરોડો ની સંપત્તિ છે. પરંતુ અલ્કા બીજી જ્ઞાતિ ની હોવાથી તે લોકો એ તેને તેના પતિ ના હિસ્સા ના રૂપિયા આપતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!