દક્ષિણ સિનેમા જગત ની પ્રખ્યાત અભિનેત્રી ‘કાજલ અગ્રવાલ’ પ્રાચીન માર્શલ આર્ટ ‘કાલરિપયટ્ટુ’ શીખતી નજરે પડી. જુઓ વિડીયો.
બોલીવુડના સ્ટાર સમાચારોમાં પોતાના નામની હેડલાઈન તો બનાવતા હોય જ છે. પરંતુ આ સમયમાં સમાચારોમાં દક્ષિણ સિનેમા ઘરની અભિનેત્રી કાજલ અગ્રવાલ ખાસ સોશિયલ મીડિયામાં ચર્ચામાં જોવા મળે છે. કાજલ અગ્રવાલ દક્ષિણ સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી છે. કાજલ અગ્રવાલ ની વાત કરવામાં આવે તો તેને ચાર મહિના અગાઉ જ પોતાના બાળકને જન્મ આપ્યો હતો.
કાજલ અગ્રવાલ હાલમાં આ વાતને લઈને ચર્ચામાં છે. જેમાં વધુ વિગતે જાણીયે તો,, કાજલ અગ્રવાલ પ્રાચીન માર્શલ આર્ટ ‘કાલરિપયટ્ટુ’ કલા શીખી રહી છે. દક્ષિણ સિનેમાની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલે કહ્યું કે પ્રાચીન માર્શલ આર્ટ એક સુંદર પ્રેક્ટિસ છે જે સાધકને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવે છે. કાજલે ખુલાસો કર્યો છે કે તે ત્રણ વર્ષથી વધુ સમયથી કલારીપાયટ્ટુ શીખી રહી છે.
કાલરી સેશન દરમિયાન પોતાનો એક વીડિયો પોસ્ટ કરતા કાજલે લખ્યું, “કાલરીપયટ્ટુ એક પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ છે, જેનો અર્થ છે – યુદ્ધના મેદાનની કળામાં પ્રેક્ટિસ.” અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું, “આ આર્ટ ફોર્મનો જાદુ શાઓલીન, કુંગ છે. ફુ. અને આના પરિણામે કરાટે અને તાઈકવૉન્ડોનો જન્મ થયો. કલારીનો સામાન્ય રીતે ગેરિલા યુદ્ધ માટે ઉપયોગ થતો હતો અને તે એક સુંદર પ્રથા છે જે સાધકને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવે છે.
View this post on Instagram
ત્રણ વર્ષમાં તૂટક તૂટક આ શીખવા બદલ આભાર! CVN કાલરી (તેમની કલારી શાળા) તેજસ્વી અને એટલી ધીરજવાન રહી છે, જે મને સમયાંતરે વિવિધ ડિગ્રીઓ સુધી શીખવાની અને પ્રદર્શન કરવાની મારી શ્રેષ્ઠ ક્ષમતા માટે માર્ગદર્શન આપે છે. આવા અદ્ભુત શિક્ષક બનવા બદલ આભાર.” આમ કાજલ અગ્રવાલ આ કલા શીખી ને સોશિયલ મીડિયા પર છવાયેલ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!