ભારત દેશ નું ભવિષ્ય સ્કૂલરૂમ માં અભ્યાસ કરવાના બદલે કરે છે આવા મોટા ખેલ..જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. આપણે જયારે સ્કૂલ માં હતા ત્યારે અપણે સ્કૂલ માં અનેક મોજ મસ્તી કરી જ હશે. ક્યારેક ક્યારેક આપણે આપણા મિત્રો સાથે મજાક મજાક માં ઝગડ્યા પણ હઈશું. સોશિયલ મીડિયા પર આવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં સ્કૂલ ના અનેક વિડીયો આપણને વાયરલ થતા જોવા મળતા હોય છે. એવો જ એક સ્કૂલ ની લડાઈ નો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક ક્લાસ રૂમ માં એક સાથે ચાર પાંચ યુવતીઓ એકબીજા ના વાળ પકડી ને એકબીજા સાથે ઝગડો કરતી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્રાઇવેટ સ્કૂલની અંદર એક ક્લાસરૂમમાં ચારથી પાંચ છોકરીઓ એક નાની અમથી વાતમાં એકબીજાના વાળ પકડીને ખૂબ જ ઝઘડો કરતી હોય છે. ચારથી પાંચ છોકરીઓ સ્કૂલના ડ્રેસમાં ક્લાસરૂમમાં છે. અચાનક તે ઝગડવા લાગે છે. અને એકબીજાના વાળ પકડીને એકબીજાના માથાને બેંચ ઉપર પછાડે છે..જુઓ વિડીયો.
આ વિડીયો જોવા વાળા પણ હચમચી ગયા હતા. આ વિડીયો કાનપુરના આઝાદ નગરમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલનો જાણવામાં આવ્યું હતું. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા બાદ હજુ સુધી પોલીસ પ્રશાસનનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી. સ્કૂલ નો વિડીયો બહાર આવતા સ્કૂલની જ બદનામી અને શાળામાં શિસ્ત ભંગ નું જે કાર્ય કરવામાં આવી રહ્યું છે. તે બાબતે લોકો સ્કૂલ પ્રશાસન સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
કે આ તે કેવી સ્કૂલ હોય જ્યાં કોઈ વ્યવસ્થા જેવું કંઈ જોવા જ મળતું હોતું નથી. આ વીડિયોને જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો એક પ્રાઇવેટ સ્કુલનો છે. જે કાનપુર ના ડીપીએસ વિસ્તારનો જોવા મળ્યો છે. પરંતુ આ વીડિયો બહાર આવતા ડીપીએસ આઝાદ નગરના ડિરેક્ટર આલોક મિશ્રાએ કહ્યું કે આ વિડીયો ઘણો જુનો વિડીયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!