યુવતી એ બનાવ્યો મંદિર માં આપત્તીજનક વિડીયો! જે બાદ ગૃહમંત્રી એ એવી કાર્યવાહી કરી કે યુવતી ને માંગવી પડી માફી. જુઓ ફોટા.
આજકાલ ભારતમાં વસતા યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. આજકાલના ભારતના યુવાનો સોશિયલ મીડિયા ઉપર વધુને વધુ ફેમસ થવાના ચક્કરમાં અનેક વિડીયો બનાવતા હોય છે. ક્યારેક આવા રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ પણ ખોઈ બેસતા હોય છે અને ક્યારેક એવી જગ્યાએ વિડીયો બનાવતા હોય છે કે જેથી કેટલાક લોકો ને વિરોધ નો ભાવ પેદા થતો હોય છે.
એટલે આવી જગ્યાની વાત કરીએ તો આજકાલના યુવાનો હવે મંદિરોમાં જઈને પણ વિડીયો બનાવતા હોય છે. જેથી ઘણા બધા ધર્મના લોકોને આની ઠેસ પહોંચતી હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે. જેમાં એક યુવતીએ મંદિરમાં જઈને આપત્તિજનક કપડાં પહેરીને વિડીયો બનાવતા તેનો ભારે વિરોધ થયો હતો. ત્યારબાદ મધ્યપ્રદેશના ગૃહ મંત્રીએ નરોતમ મિશ્રાયા આ બાબતે ભારે ટીકા કરી હતી.
બધું વિગતે વાત કરીએ તો આ ઘટના મધ્યપ્રદેશના છતરપુર રહેતી નેહા નામની યુવતી ની ઘટના છે કે જેને મંદિરમાં વિડીયો બનાવ્યો હતો. આ બાબતે મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ સોશિયલ મીડિયા મારફતે પોસ્ટ કરીને કહ્યું હતું કે છતરપુરના ના મંદિરના પરિસરમાં આપત્તિજનક વિડીયો નેહા નામની યુવતીએ બનાવ્યો હતો જે બાદ તેના વિરુદ્ધ પોલીસ કેસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ વ્યક્તિ નો વિડીયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે. ત્યારે પણ તેને મંદિરમાં વિડીયો બનાવ્યો હતો. તેને ચેતવણી આપવામાં આવી હતી છતાં તેને ઉત્તેજક કપડાં પહેરીને મંદિરમાં ફરી વિડીયો બનાવ્યો હતો. તેનો વિડીયો બહાર આવતા હિન્દુ સંગઠનની સાથો સાથ બજરંગ દળના સભ્યો પણ વિરોધ કરી રહ્યા હતા. જે બાદ નેહાએ વિરોધની બાબતને લઈને તેને વિડિયો અને ફોટા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર કર્યા હતા.
નેહા એ વીડિયો મારફતે લોકોની માફી માંગી હતી અને વિડીયો બનાવીને કહ્યું હતું કે સોરી મિત્રો તેને મંદિરમાં જઈને વિડીયો બનાવ્યો માટે તેને કહ્યું કે તે કોઈની પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા માંગતી ન હતી. તેને હિન્દુ મુસ્લિમ અંગે કોઈ વિવાદિત ટિપ્પણી કરી નથી. વધુમાં કહ્યું કે દરેક લોકો વિડીયો બનાવતા હોય છે અને તેથી જ તેણે પણ વિડિયો બનાવ્યો હતો. આમ તેને માફી પણ માંગી હતી પરંતુ આ ઘટના સામે આવતા લોકો બહોળા પ્રમાણમાં આ બાબતનો વિરોધ કરી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!