હવસખોર માતા એ પ્રેમી માટે તેના છ વર્ષ ના બાળક નો જીવ લઇ આખી ઘટનાને અકસ્માત નું રૂપ આપ્યું, પરંતુ…
ગુજરાત માંથી રોજબરોજ હત્યા થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. એવામાં એક કિસ્સો વડોદરા થી સામે આવ્યો છે. જે જાણતા જ લોકો હચમચી ગયા છે. પરિણીત યુવતી ને તેના બીજા યુવક સાથે ના પ્રેમ પ્રકરણ માં પોતાનો છ વર્ષ નો પુત્ર બાધા રૂપ લાગતો હતો. આથી માતા એ પ્રેમી માટે તેના પુત્ર ની જ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી.
વધુ વિગતે જાણવા મળ્યું કે, વડોદરા ના સાવલી તાલુકા ના પસવા ગામમાં રહેતી સુમિત્રા બહેન ના લગ્ન આઠ વર્ષ પહેલા મુકેશ ગોવિંદભાઇ પરમાર સાથે થયા હતા. સુમિત્રાબહેન નું વતન હાલોલ-પંચમહાલ હતું. પતિ પત્ની ને બે સંતાનો છે. સુમિત્રા બહેન ને છેલ્લા એક વર્ષ થી તેના પિયર ના પોતાના ગામમાં રહેતા મનહરભાઈ રાવળ સાથે પ્રેમ સંબંધ હતો.
સુમિત્રાબહેન અવારનવાર તેના ગામ પંચમહાલ જય ને તેના પ્રેમી મનહરભાઈ ને મળતા હતા. આ પ્રેમ પ્રકરણ માં સુમિત્રાબહેન નો નાનો છ વર્ષ નો પુત્ર બાધા રૃપ લાગતો હતો. કારણ કે પુત્ર ની સામે સુમિત્રાબહેન પ્રેમી ને સરખા મળી શકતા ન હતા. આથી પુત્ર ને રસ્તા માંથી હટાવવા પ્લાન તૈયાર કર્યો હતો. એવામાં 26 જૂને સુમિત્રા એ તેના પતિ ને ઘરે થી મીઠું લેવા બહાર મોકલ્યા હતા. આ સમયે તેનો પ્રેમી યુવક તેના ઘરે કાર લઈને સુમિત્રા ને મળવા આવ્યો હતો. આ સમયે ગામના લોકો એ યુવક ને પડકી પાડ્યો હતો.
ગામના અગ્રણીઓ દ્વારા સુમિત્રા ને સમજવામાં આવી અને માતા-પિતા ને પણ કહેવામાં આવ્યું. બાદ માં ગઈકાલે પતિ કામે જતો હતો. ત્યારે પત્ની એ પ્રેમ સંબંધો છે તે તોડી નાખવા કહ્યું. તો સુમિત્રા એ સામે ધમકી આપી કે ઘર ના બધા લોકો ને પુરા કરી દઈશ. જે થાય એ કરી લે. પતિ પછી કામ પર જતો રહ્યો. એવામાં સુમિત્રા એ તેના પુત્ર નું ગળું દબાવી ને હત્યા કરી નાખી. આ ઘટના ને અકસ્માત નું રૂપ આપવા માટે…
સુમિત્રા એ તેના પુત્ર ની લાશ ને પોતાના ઘર ની પાછળ ના ખેતર પાસેની કેનાલ ના એક થાંભલા માં પુત્ર નું માથું ફસાવી દીધું. જેથી લોકો ને એમ થાય કે પુત્ર નું અકસ્માતે મૃત્યુ થયું. પરંતુ ગામ ના લોકો એ આ જોઈ લેતા ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે આ ઘટના બાદ બાળક ની લાશ ને પીએમ અર્થે ખસેડી. અને સુમિત્રા તથા તેના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!