ગરીબો ના મસીહા એક્ટિંગ જગત મા પણ અજમાવી ચુક્યા છે નસીબ એક સમયે ૭૦-હજાર ની આઈટી કંપની મા નોકરી કરતા થયું એવું કે, જાણો કહાની.
ગુજરાતમાં ગરીબોના દાતાર એવા નીતિનભાઈ જાની કે જે આજે ખજૂર ભાઈ ના નામથી પ્રખ્યાત છે. માત્ર ભારતમાં જ નહીં દેશ વિદેશમાં પણ ખજૂર ભાઈ નું મોટું નામ છે. ગુજરાતમાં ગમે તેવી પરિસ્થિતિ હોય ખજૂર ભાઈ ગરીબોની સેવા કરતા જોવા મળે છે. ગરીબોના ઘરો બનાવી આપે છે અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ તે પૂરી પાડે છે.
આજે અમે તમને ખજૂરભાઈ વિશે ઘણી માહિતી આપીશું કે તે એકવાર એક્ટિંગ જગતમાં પણ પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે અને સિરિયલોમાં પણ આવેલા છે. તો વાત કરવામાં આવે તો નીતિનભાઈ જાની નું મૂળ વતન ગુજરાતનું સુરત છે. તેમણે પ્રાથમિક ધોરણ નો અભ્યાસ બારડોલી માંથી કર્યો છે અને કોલેજ નો અભ્યાસ પુનાથી કર્યો છે.
ખજૂર ભાઈએ અનેક ડિગ્રીઓ મેળવી છે. જેમાં એમબીએ એલએલબી અને એમસીએ વગેરેનો સમાવેશ થાય છે. ખજૂર ભાઈએ ભણતરની સાથે એક્ટિંગ જગતમાં પણ પોતાનો પગ મૂક્યો હતો અને સાથે સાથે નોકરી પણ કરતા હતા. એક સમયે આઈ ટી કંપનીમાં ખજૂર ભાઈ એક વર્ષ માટે નોકરી કરતા હતા જેનો પગાર ખજૂર ભાઈનો 70 હાજર હતો. પરંતુ કોઈ કારણોસર તેને નોકરી છોડી દીધી હતી.
ખજૂર ભાઈની વાત કરવામાં આવે તો તેને એક્ટિંગ જગતમાં શોખ હોવાને કારણે તેને બોલીવુડમાં નસીબ અજમાવ્યું. લોકપ્રિય શો ઝલક દિખલા જા માં તે જોવા મળ્યા હતા. ઉપરાંત ઈન્ડીયાસ ગોટ ટેલેન્ટ માં પણ તે જોવા મળ્યા હતા અને ધીરે ધીરે તેને પોતાની youtube ચેનલ શરૂ કરી અને અત્યારે કરોડો લોકો તેના ચાહક છે.
ખજૂર ભાઈએ એક ફિલ્મમાં પણ કામ કરેલું છે જેનું નામ છે ‘એવું જ રહેશે’ જેની સ્ક્રીપ્ટ અને ડાયરેક્ટ તથા એક્ટિંગ ખજૂર ભાઈએ કરેલી છે. ફિલ્મના પ્રમોશન માટે ખજૂર ભાઈએ ખજૂર અને જીગલીના કાલ્પનિક પાત્રોને ઉભા કર્યા હતા. જે પાત્રો લોકોને ખૂબ પસંદ આવ્યા હતા ત્યારથી જ નીતિનભાઈ ખજૂર ભાઈ ના નામથી પ્રખ્યાત થઈ ગયા છે. થોડા દિવસો પહેલા જ ખજૂર ભાઈએ મીનાક્ષી દવે સાથે સગાઈ કરી હતી. જેના બાદ તેના ચાહકો તેમને ખૂબ શુભેચ્છાઓ પાઠવતા હતા. ખજૂર ભાઈ પોતાના કામને લઈને ખૂબ જ જાણીતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે