India

પોતાના બચ્ચા ને તાર પર ફસાયેલ જોઈ ને વાંદરી(માતા) એ જે કર્યું તેને જોઈ ને ધ્રુજી જશે…જુઓ વિડીયો.

Spread the love

માતા તેના બાળકને મુશ્કેલીમાં જોઈને પોતાના પ્રાણ ને જોખમ માં મૂકીને પણ પોતાના બાળક ને બચાવતી હોય છે. માતા તેને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા સંમત થાય છે. માતાના પ્રેમ, તેના ત્યાગ અને બલિદાનનું ઉદાહરણ રજૂ કરતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ વિડીયો માં એક વાંદરી (માતા) અને એક નાનકડા વાંદરાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક નાનકડો વાંદરો ઈલેક્ટ્રીક વાયર પર લટકતો જોવા મળી રહ્યો છે. અને બીજી બાજુ તેની માતા બિલ્ડિંગ પર છે. બાળક વારંવાર કૂદીને તેની માતા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. પરંતુ દરેક વખતે નિષ્ફળ જાય છે. આ પછી તેના બાળકને બચાવવા માટે માતા પોતે તેના જીવ પર રમતા રમતા બિલ્ડિંગની છત પરથી ઇલેક્ટ્રિક વાયર પર કૂદકો લગાવે છે. અને તેના બાળકને બચાવીને બિલ્ડિંગની છત પર પાછો આવે છે..જુઓ વિડીયો.

આ વીડિયો પર લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- બિનશરતી સાચો પ્રેમ અને માતાની લાગણી, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે- માતાની શક્તિ અને તેમનો પ્રેમ… લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક વાંદરો અને નાનકડા વાંદરાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આમ એક માતા જ એક એવી વ્યક્તિ છે કે જે તેના બાળક ને ક્યારેય મુસીબત માં જોઈ શકતી નથી. ક્યારેક માતા દિવસ માં ભૂખી રહેશે પણ તેના બાળક ને ક્યારેય ભૂખ્યા નહીં રહેવા નહીં દે. આવા અનેક બનાવો આપણા સમાજ માં આપણી સમક્ષ આવતા જ રહે છે. જેમાં માતા પોતાના બાળક ને બચાવવા ગમે તેની સામે લડી શકવાની તાકાત ધરાવતી હોય છે. આવા અનેક વિડિઓ આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. જેમાં આપણને ઘણી બધી બાબતો શીખવા મળતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *