માતા એ અઢી વર્ષ ના પુત્ર સાથે આપઘાત નો પ્રયાસ કરતા પુત્ર એ ગુમાવ્યો પગ કારણ જાણવા મળ્યું કે….
આજના જમાનામાં લોકો નાની નાની વાતો માં આપઘાત કરી બેસે છે. ક્યારેક પરિવાર માં થતા નાના ઝગડાઓ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. પરિવાર માં ચાલતા ઝગડાઓ માં ક્યારેક પરિવાર ના અમુક સદસ્યો આપઘાત વહોરી લેતા હોય છે. એવી જ એક બિહાર ની ઘટના સામે આવી છે. જેમાં એક માતા એ તેના અઢી વર્ષ આ પુત્ર ને લઈને આપઘાત કરવાની કોશિશ કરી.
સમગ્ર ઘટના માં જાણવા મળતું કે બિહાર ના બક્સર રેલવે સ્ટેશને શુક્રવારે એક મહિલા પોતાના બાળક સાથે હતી અને તે કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી. દરમિયાન માં દાણપુર-પુણે સ્પેશિયલ ટ્રેન આવી તો મહિલાએ તેના પુત્ર સાથે અચાનક જ ટ્રેક પર છલાંગ લગાવી દીધી. માતા નું નામ ડિમ્પલદેવી અને પુત્ર નું નામ દિવ્યાંશ છે.
આ દરમિયાન ટ્રેન ની અડફેટે આવી જવાથી માતા એ બન્ને હાથ ગુમાવી દીધા અને પુત્ર એ ડાબો પગ ગુમાવી દીધો. ટ્રેન પસાર થયા બાદ લોકો એ તાત્કાલિક બન્ને ને હોસ્પિટલે ખસેડ્યા હતા. બન્નને ની હાલત ગંભીર છે. ડિમ્પલ ના પતિ નું નામ દિનેશ પાંડે છે. જે ઉત્તરપ્રદેશ બલિયા જિલ્લામાં રહે છે. બન્ને ને સારવાર અર્થે બકસર ની સદર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
વધુ માં જાણવા મળ્યું કે મહિલાનો પોતાના પતિ સાથે ઝગડો ચાલી રહ્યો હતો. તેનાથી કંટાળીને જ કાદાચ આ પગલું ભર્યું હશે. બનાવ ની જાણ મહિલા ના પિયરવાળા ને થતા તે દોડી આવ્યા હતા. મહિલા ના સાસરિયા પક્ષ ના કોઈ આવ્યા ન હતા. પરિવાર ના લોકો એ આ બાબતે વધુ કઈ માહિતી આપી ન હતી. ઘટના ની જાણ GRP ને કરવામાં આવી અને પોલીસ ને કરવામાં આવી હતી.